સ્માર્ટ ખેતીગુજરાત અખબાર
ગજબની વાત ! 1 લીટર ડીઝલમાં 1 વીઘામાં થશે કામ !
😵💫 આજે અમે તમને એક એવા ખેડૂત વિશે જણાવીશું કે જેને પોતાની સુજ બુજથી ખેતી માટે એક એવું યંત્ર બનાવી દીધું કે જેની આગળ ભલ ભલા વૈજ્ઞાનિક પણ ફેલ છે. આ ખેડૂત રાજકોટના એક નાના ગામના છે.
😵💫આ ખેડૂતનું નામ દિલીપભાઈ છે. તેમને ખેતી કરવા માટે ઘરે જાતે જ ટ્રેકટર બનાવી દીધું. ઘરમાં પડેલા નકામા યંત્રોથી તેમને પોતાની બુદ્ધિથી આ સસ્તુ ટ્રેકટર બનાવી દીધું છે.
😵💫આ ટ્રેકટરથી ખેતરમાં બધી જાતના કામો કરી શકાય છે, કે જે એક ટ્રેકટર કરી શકે. આ ટ્રેકટરનું વજન ખુબ જ ઓછો હોવાના કારણે તે ઝડપથી ચાલી શકે છે અને ડીઝલ પણ ઓછું વપરાય છે.
😵💫આમ જો તમે બજારમાં ટ્રેકટર લેવા માટે જાઓ તો ૫ લાખથી ઓછું નહિ આવે. ત્યારે જે ગરીબ ખેડૂત હોય એ આટલું મોંઘુ ટ્રેકટર ખરીદી શકે નહિ.એવામાં રાજકોટના ખેડૂતે પોતાની સુજ બુજથી સસ્તામાં જ પોતાના ઘરે ટ્રેકટર બનાવી દીધું.
😵💫આ ટ્રેકટર ૧ લીટર ડીઝલમાં એક વીઘામાં કામ કરી શકે છે. ખુબ સસ્તું કહેવાય. ખેડૂતને હજારો રૂપિયા ખાલી ટ્રેકટરના ખર્ચ પાછળ થાય છે અને ખેતીમાં કઈ ફાયદો થતો નથી માટે ખેડૂત માટે આ ટ્રેકટર ખુબ સસ્તું સાબિત થઇ શકે છે.
😵💫આ નાનું ટ્રેકટરને બનાવવામાં ફક્ત ૧૦ થી ૧૫ દિવસ લાગે છે અને આ ટ્રેકટર બનાવવા માટે ફક્ત ૫૦ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે એક ખેડૂતે પોતાની સુજ બુજથી આજે વિજ્ઞાનને પણ વિચારમાં મૂકી દીધું છે.
સંદર્ભ : ગુજરાત અખબાર,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.