AgroStar
ખૈરા ડાંગરનો સૌથી ખતરનાક રોગ !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ખૈરા ડાંગરનો સૌથી ખતરનાક રોગ !!
🌾ખૈરાનો રોગ ડાંગરના પાકમાં ઝીંકની ઉણપને કારણે થાય છે, જે પાકને સંપૂર્ણપણે બગાડે છે. આની અસરને કારણે ઉત્પાદનમાં લગભગ ૪૦ ટકાનો ઘટાડો થયો છે. 👉ખૈરા રોગના લક્ષણો :- આ રોગના પ્રભાવ હેઠળ, ડાંગરના છોડના પાન આછા ભૂરા અને લાલ રંગના થવા લાગે છે. આ રોગ ન માત્ર છોડની વૃદ્ધિને અટકાવે છે, પરંતુ તે પાંદડાઓમાં ફોલ્લીઓ છોડીને નાશ કરી દે છે. પરિણામે, પાંદડા અકાળે કરમાવા લાગે છે. 👉પાકમાં ખૈરા રોગનું નિવારણ :- >ખેતરમાં ડાંગરની રોપણી કર્યાના લગભગ ૨૫ દિવસમાં નિંદામણ સારી રીતે કરી લેવુ જોઈએ, જેથી પાકમાં રોગના લક્ષણો સમજ્યા બાદ સમયસર પગલાં લઈ શકાય. >ખેડૂતો તેમના ખેતરમાં ખૈરાના રોગના નિયંત્રણ માટે, 0.૫ ટકા ઝીંક સલ્ફેટ, ૨% સ્લેક્ડ ચૂનો ૧૫ લિટર પાણીમાં ભેળવીને પાકમાં છાંટો. >છંટકાવની પ્રક્રિયા દ્વારા ૧૦ દિવસમાં ત્રણ વખત પાકમાં સારી રીતે છંટકાવ કરો. > ખેડૂતોએ તેમના ખેતરની માટીનું પરીક્ષણ કરાવવું જોઈએ અને પછી જરૂર મુજબ બીજની સારવાર કરવી જોઈએ. >આ સિવાય સમયાંતરે ખેતરમાં ખેડાણ કરતા રહો અને ખાતરનો ઉપયોગ કરતા રહો. >ખેડૂતોએ ખેતરમાં ડાંગરની રોપણી કરતા પહેલા ઊંડુ અને સારુ ખેડાણ કરવુ જોઈએ. આ સાથે જ ખેતરની જમીનમાં ૨૫ કિલો ઝીંક સલ્ફેટ પ્રતિ હેક્ટર પાક પ્રમાણે ભેળવવું. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
6
2
અન્ય લેખો