ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સ્માર્ટ ખેતીgujarati.webdunia
ખેતી માં વાસ્તુશાસ્ત્ર નો અનોખો સંગમ !
👉 થ્રેસર, બળદગાડુ અને અન્ય વાહનો ખેતરના પશ્ચિમ વાયવ્ય ખુણામાં જ મુકવા. નૈઋત્ય કે ઈશાન ખુણામાં ક્યારેય પણ મુકવા નહિ. 👉 વેચવા માટે બહાર લઈ જવામાં આવતુ અનાજ પશ્ચિમ, વાયવ્ય કે પુર્વ તરફના દરવાજાથી બહાર લઈ જવામાં આવે તો સારો ભાવ મળે છે અને ઝડપથી વેચાઈ પણ જાય છે. 👉 અનાજ લઈ જતી વખતે જો ઈશાન ખુણા તરફથી જશો તો સારો ભાવ નહિ મળે. 👉 પુર્વ અગ્નિ ખુણા તરફથી બહાર જશો તો આર્થિક હાનિ થાય છે. સાથે સાથે વેચવામાં પણ થોડીક ખેંચમતાણ થાય છે. 👉 ખેતરમાં પશુઓ માટેનો ચારો નૈઋત્ય ખુણામાં કે દક્ષિણ દિશા તરફ હોવો જોઈએ. 👉 છાણા અગ્નિ ખુણામાં હોવો જોઈએ. 👉 ખેતર માટે ઉપયોગમાં લેવામાં આવતુ ખાતર અને રાસાયણિક ખાતર પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. 👉 મુખ્ય પાક લેતી વખતે જો તેની સાથે અન્ય પાક લેવાનો હોય તો તેને પશ્ચિમ દિશા તરફ વાવવો જોઈએ. 👉 મોટા સ્તર પર ખેતીનું કાર્ય કરવાનું હોય તો અનાજનો ઢગલો પશ્ચિમ દિશા તરફ કરવો જોઈએ. પાર્કિંગ, અનાજને લાવવા લઈ જવા માટેનું કાર્યાલય પશ્ચિમ વાયવ્ય ખુણાવાળા ભાગમાં હોવું જોઈએ. અનાજને લઈ જનારા ટ્રક, ટ્રેક્ટર વગેરે ઉત્તર કે પુર્વ દિશા તરફ મોઢુ કરીને ઉભા રાખવા જોઈએ. 👉 નવા પાકની વાવણી શુભ મુહુર્તમાં જ કરવી. પાકની વાવણી શનિવાર કે મંગળવારે કરો તો સારૂ રહેશે. 👉 પાકની વાવણી ઘડિયાળના કાંટાની દિશામાં અને તેની કાપણી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કરવી. 👉 ખેતરના અગ્નિ ખુણામાં એક નાનો હોમ કુંડ બનાવીને પહેલી કાપણીમાંથી થોડુક અનાજ અગ્નિમાં સ્વાહા કરવું જોઈએ. ત્યાર બાદ પાળતુ પશુઓને ખવડાવવું જોઈએ. 👉 ખેતરમાં ઈલેક્ટ્રીક પોલ, ટ્રાંસફાર્મર, જનરેટર વગેરે વિજળીના સાધન અગ્નિ ખુણામાં હોવા જોઈએ. ખેતરના મધ્યમાં સરકારી ઈલેક્ટ્રીક મોટા થાંભલા ન હોવા જોઈએ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : gujarati.webdunia. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
44
7
સંબંધિત લેખ