કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ખેતી માંથી થશે તગડી કમાણી
💶બિઝનેસ કરવા માટે ધૈર્ય અને લાંબાગાળાની દૂરંદેશી જરૂરી છે. મોટાભાગના લોકો બિઝનેસમાં નિષ્ફળ જતા હોવાં પાછળ તેઓની અધીરતા જવાબદાર હોય છે. ત્યારે આજે અમે અહીં એક એવો આઈડિયા જણાવવા જઈ રહ્યા છે, જેમાં તમે મહેનત અને ધીરજથી કરોડપતિ બની શકો છો.
💶આ બિઝનેસ માટે તમારે થોડી જમીનની જરૂર પડશે. જેમાં તમારે મહોગની વૃક્ષ વાવવાનું રહેશે. તમારી પાસે એક એકર જમીન હોય તો પણ તમે આ વૃક્ષ વાવીને 12 વર્ષમાં કરોડપતિ બની જશો. 1 એકર જમીનમાં 100-120 જેટલા મહોગનીના છોડનું વાવેતર કરી શકાય છે. જેના પાછળ તમારે 30-40 હજાર રૂપિયાનો ખર્ચ થઈ શકે છે.
🌳મહોગનીની બધી વસ્તુઓનો થાય છે ઉપયોગ
🌳મહોગની વૃક્ષના લાકડા, બીજ અને પાંદડા સહિતની દરેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી દર 5 વર્ષે એકવાર બીજ પણ મળે છે. તેના બીજની કિંમત 1000 રૂપિયા પ્રતિ કિલો સુધી હોઈ શકે છે. તેના પાનને વેચી શકાય છે. તેના લાકડાની કિંમત💶 2500 રૂપિયા ક્યુબિક ફૂટ સુધીની હોય છે. એક વૃક્ષ થકી તમે 40 ઘનફૂટ લાકડું મેળવી શકે છે. આ રીતે તમે બમ્પર વળતર મળવી શકો છો.મહોગનીના વૃક્ષનો સંપૂર્ણ વિકાસ થવામાં 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે. તેથી તેને લાંબાગાળાનું રોકાણ કહેવાય છે.
💥રંગ મુજબ નક્કી થાય છે કિંમત
મહોગનીના વૃક્ષની કિંમત તેના લાકડાના રંગના આધારે નક્કી થાય છે. તેના લાકડાનો રંગ લાલથી ભૂરા રંગની વચ્ચે હોય છે. લાલ રંગના લાકડાની કિંમત વધુ હોય છે, જ્યારે ભૂરા રંગના લાકડાની કિંમત થોડી ઓછી હોય છે. ખાસ વાત એ છે કે, આ વૃક્ષ તમે ઓછા પાણીવાળી જગ્યાએ પણ ઉગાડી શકો છો.
🌳વૃક્ષનું લાકડું કયા કામમાં લેવાય છે?
મહોગની વૃક્ષના લાકડા, પાંદડા અને બીજ ખૂબ જ ઉપયોગી છે. જેના કારણે આ ઝાડ કિંમતી ગણાય છે. તેનું લાકડું 50 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સહન કરી શકે છે. આ લાકડું એકદમ મજબૂત હોય છે, તેમાંથી ફર્નિચર બનાવવામાં આવે છે. જ્યારે તેના પાનનો ઉપયોગ કેન્સર, બ્લડ પ્રેશર અને અસ્થમા વગેરેની દવાઓ બનાવવા માટે થાય છે. આ ઉપરાંત મચ્છર મારવા માટે ઉપયોગમાં લેવાતી દવામાં તેના પાન અને બીજનો ઉપયોગ થાય છે.
👉સંદર્ભ :-Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !