ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ખેતી પાકોમાં પાનકથીરી, એક સળગતો પ્રશ્ન !
🦗 આંઠ પગ ધરાવતી બિન-કીટકીય આ જીવાત મોટે ભાગે લાલ રંગની હોય છે.
🌾 હાઇબ્રિડ જાતો, સુધારેલ ખેત પધ્ધતિ, વધુ નાયટ્રોજનયુક્ત ખાતરો, બદલાતા વાતાવરણિય પરિબળો, પાકની ફેરબદલીનો અભાવ વગેરે કારણોને લીધે આ જીવાત પ્રબળ બનતી જાય છે.
🦗 નુકસાનકારક અને પરભક્ષી એમ બે પ્રકારની કથીરી પાક ઉપર જોવા મળે છે.
🦗 પરભક્ષી કથીરી નુકસાનકારક કથીરીની સરખામણીમાં વધુ લંબગોળ, વધુ ચળકતી, ટપકાં વિનાની, વધું લાબાં પગ અને ખૂબ જ ઝડપથી ચાલતી-દોડતી વિગેરેથી ઓળખી શકાય છે.
🦗 કથીરી તેના સોય જેવા મૂંખાંગોથી પાન કે ફળમાંથી રસ ચૂંસે છે પરિણામે પીળા ધાભા ઉપસી આવે અને તામ્ર રંગના થવા માંડે. પાન કોકડાઇ જાય અને પાનની વિકૃતી પણ આવે.
🦗 ઉપદ્રવિત ભાગ ઉપર ઝીણા જાળા પણ જોવા મળે છે.
🌡️ વાતાવરણમાં રહેતો ઉંચો તાપમાન પાન કથીરીને વધારે માફક આવે છે.
🦗 કથીરીનો ફેલાવો પવન, કીટકો, પક્ષીઓ વગેરેથી થતો હોય છે.
🦗 કથીરી રેશમી તાંતણા વડે પાન પરથી લટકે છે અને હવાની લહેર દૂર સુધી લઇ જાય છે (બલુનિંગ).
🌶 આ જીવાત ભીંડા, રીંગણ, મરચી, ડાંગર, કપાસ, ચીકુ, આંબો, જુવાર, તુવેર, શેરડી, નારિયેળ જેવા પાકોમાં વધારે નુકસાન કરે છે.
🌾 કેટલીક કથીરી વિષાણૂંજન્ય રોગોનું વહન પણ કરતી હોય છે દા.ત. તુવેરમાં વંધ્યત્વનો રોગ.
🌾 ખેતરના શેઢા-પાળા ચોખ્ખા રાખી ખેતર નિંદામણમૂંક્ત રાખવું.
🌾 પાક પુરો થયેથી પાકના અવશેષોનો વ્યવસ્થિત નિકાલ કરવો.
🌾 નાયટ્રોજનયુક્ત ખાતરો ભલામણ મુજબ જ વાપરવા.
🌾 કુદરતી પરભક્ષી કથીરી અને કિટકોને જાળવી રાખવા માટે લીમડા આધારિત દવાઓ વાપરવી.
🌿 ફીશ-ઓઇલ રોઝીન સોપ ૪%, લીમડા અને લશણના તેલનું મિશ્રણ ૨%, જેવી બાયોપેસ્ટીસાઇડનો ઉપયોગ કરવો.
📢 ઉપદ્રવ વધતો જણાય તો ભલામણ મૂજબ પ્રોપરગાઇટ ૫૭ ઇસી 15 મિલિ, એબામેક્ટીન ૧.૮ ઇસી 5 મિલિ, સ્પાયરોટેટ્રામેટ ૧૫.૩૧ ઓડી ૧૦ મિલિ, ફેનપાયરોક્ષીમેટ ૫ એસસી ૧૦ મિલિ, ફેનાઝાક્વીન ૧૦ ઇસી 12-15 મિલિ,સ્પાયરોમેસીફેન ૨૨.૯ ઇસી ૧૦ મિલિ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવાનો આગ્રહ રાખવો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.