AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેતી પશુપાલન ની કેટલીક ઉપયોગી માહિતી !
પશુપાલનKVK DAHOD
ખેતી પશુપાલન ની કેટલીક ઉપયોગી માહિતી !
પાક : મકાઈ અવસ્થા : કાપણી સલાહ : 👉🏻 મકાઇની દાંડીઓ તથા પાંદડા થોડા લીલા હોય પરંતુ ડોડાનું કવર સૂકું અને ભૂરા રંગનું થઈ જાય ત્યારે મકાઈ નો પાક કાપણી માટે તૈયાર હોય છે. 👉🏻 ભેજનું પ્રમાણ 15-20 % હોવું જોઈએ . 👉🏻 કાપણી કર્યા પછી ૩-૪ દિવસ સૂર્યપ્રકાશ માં સુકવવી . પાક : સોયાબીન અવસ્થા : કાપણી 👉🏻 સોયાબીન જ્યારે પાકી જાય ત્યારે પાન પીળા પડી જાય અને શિંગો બ્રાઉન રંગની થઈ જાય ત્યારે સોયાબીનના કાપણી પાકની કાપણી કરવી. 👉🏻 કાપણી વખતે દાણામાં ભેજનું પ્રમાણ 15 % હોવું જોઈએ . પાક : ડાંગર અવસ્થા : દાણા ભરાવવા આ અવસ્થાએ કરમોડી/ ખડખડીયો આવી શકે છે. 👉🏻 ખેતર માં ૨-૫ સેમી પાણીનું લેવલ રાખવું. 👉🏻 ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રાઇડ 17.8 એસ.એલ. 3 મિલી અથવા એસીટામીપ્રિડ 20 એસપી 4 ગ્રામ પ્રતિ 10 લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉🏻 કરમોડી રોગ જણાય કે ટ્રાયસાયકલાઝૉલ 75 વે.પા 6 ગ્રામ અથવા કાબેન્ડાઝીમ 50 વે.પા. 10 ગ્રામ 10 લિટર પાણી માં ભેળવી ને જરૂરિયાત મુજબ ૨-૩ છંટકાવ કરવા. પશુપાલન: પશુઓના રહેઠાણમાં માખી મચ્છરથી રક્ષણ માટે ફીનાઈલ નો છેટકાવ કરવો. પશુઓના શરીર ઉપર કે કોઢ ગમાણમાં ઈતરડીને દૂર કરવા આ વિડીયો ને જુઓ, https://youtu.be/eqNqbXbaOJs ડાંગર ના પાક માં જણાવેલ દવા ખરીદવા માટે, ulink://android.agrostar.in/productlist?sku_list= AGS-CP-191, AGS-CP-702, AGS-CP-598, AGS-CP-368&pageName=
સંદર્ભ : KVK DAHOD. આપેલ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
34
10
અન્ય લેખો