AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેતી ની સાથે આવકની પણ છે તક, આ છે ખાસ 'કુસુમ યોજના' !
યોજના અને સબસીડીTV 9 ગુજરાતી
ખેતી ની સાથે આવકની પણ છે તક, આ છે ખાસ 'કુસુમ યોજના' !
🌞 ખેડૂતો તેમના ખેતરોમાં સોલાર પ્લાન્ટ લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકે છે અને જો વધુ હોય તો તેને ગ્રીડમાં મોકલીને સારી આવક પણ મેળવી શકે છે. સરકારે ખેડૂતો માટે કુસુમ યોજના શરૂ કરી છે. 🌞 આ કુસુમ યોજનાને,કિસાન ઉર્જા સુરક્ષા પણ કહેવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોની આવકમાં વધારો કરવાનો અને ઈલેક્ટ્રીક કૃષિ મશીનોને વીજળી પર ચલાવવાને બદલે સૌર ઉર્જાથી ચલાવવા પર ભાર આપવાનો છે. આ યોજનામાં કુલ 25,750 મેગાવોટની સૌર ક્ષમતા ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 🌞 બેંક ખેડૂતોને સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે 30 ટકા લોન આપશે અને સરકાર સૌર પંપની કુલ કિંમતના 60 ટકા સબસિડી તરીકે આપશે. જો કોઈ ખેડૂત પાસે પણ બંજર જમીન હોય તો તે આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે. યોજના માટે મહત્વના દસ્તાવેજો 🎯 આધાર કાર્ડ 🎯 બેંક પાસબુક 🎯 આવક પ્રમાણપત્ર 🎯 મોબાઇલ નંબર 🎯 સરનામાનો પુરાવો 🎯 પાસપોર્ટ સાઇઝનો ફોટો ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું 🌞 સૌપ્રથમ યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. ( https://www.india.gov.in/spotlight/pm-kusum-pradhan-mantri-kisan-urja-suraksha-evam-utthaan-mahabhiyan-scheme ) 🌸 વેબસાઈટના હોમ પેજ પર ઓનલાઈન રજીસ્ટ્રેશનનો વિકલ્પ દેખાશે. 🌞 ફોર્મ ખોલ્યા પછી નામ, સરનામું, આધાર નંબર અને મોબાઈલ નંબર વગેરે ધ્યાનપૂર્વક ભરવાનું રહેશે. 🌸 બધી માહિતી ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો. 🌞 તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને થોડા દિવસોમાં તમારી જગ્યાએ સોલાર પ્લાન્ટ લગાવવામાં આવશે. સંદર્ભ : TV 9 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
36
17
અન્ય લેખો