કૃષિ માં નવી શોધધ બેટર ઇન્ડિયા
ખેતી કામ થયું સહેલું, 35 પ્રકારના ઓજારો બનાવ્યાં !
🪓 મૂળ રાજપીપળાના વતની હિરેન પંચાલનો અત્યારે ધરપુરમાં ખેતીનાં ઓજારોનો વર્કશોપ છે. માત્ર બે વર્ષના ટૂંકાગાળામાં તેમના દ્વારા બનાવેલ આ હાથ ઓજારો એટલાં લોકપ્રિય બનવા લાગ્યાં છે કે, તેઓ 5000 થી વધારે ઓજાર સેટ વેચી ચૂક્યા છે. તેમણે ખેતીનાં કામ સરળ કરવા, મહેનત ઘટાડવા અને સલામતી માટે લગભગ 35 જેટલાં ઓજારો વિકસાવ્યાં છે. ભારતનાં અલગ-અલગ રાજ્યોની સાથે-સાથે અમેરિકા, જર્મની સહિતની જગ્યાઓએ પણ તેમણે તેમનાં આ ઓજાર વેચ્યાં છે.
🪓 અત્યાર સુધી હિરેનભાઈએ માર્કેટિંગ પાછળ એક રૂપિયો નથી ખર્ચ્યો. તેમને વૉટ્સએપ અને ફેસબુક દ્વારા લોકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું. અને એક વ્યક્તિ ખરીદે પછી તે લોકો જાતે બીજાને કહે છે, આમ તેમનો પ્રચાર થવા લાગ્યો. આમ તેમણે આ ટૂલ્સના દેશભરમાં 500 સેટ વેચ્યા, એક સેટમાં 5 સાધનો આવે છે. તો વિદેશોમાં પણ તેમણે 3-4 જગ્યાએ ટૂલ્સ મોકલ્યાં. તેમાંથી જે કમાણી થઈ તેમાંથી વર્કશોપ વિકસાવ્યો અને આજે તેમની પાસે 35 કરતાં વધારે પ્રકારનાં ટૂલ્સ છે.
🪓 અત્યારે હિરેનભાઈના વર્કશોપમાં 5 લોકો કામ કરે છે અને આ સિવાય પણ બીજા 8 લોકોને તેઓ રોજગારી આપે છે. જેમાં લુહાર, સુથાર, વેલ્ડર, કલર કામ કરતા પેઈન્ટર અને હેલ્પરને રોજગારી મળી રહે છે.
🪓 તેઓ ૠતુ અને જરૂરિયાત પ્રમાણે લોકોને સાધનો બનાવી આપે છે. જેથી લોકોમાં તેમનાં સાધનોની માંગ પણ બહુ છે. તેમનું બનાવેલ હોસ્ટેલનાં બાળકો માટે ઓછા પાણીમાં વાસણ ધોવાનું યુનિટ ધરમપુર અને કપરાડા તેમજ બીલીમોરાનાં 15 છાત્રાલયોમાં મૂકવામાં આવ્યું છે.
🪓 તેમણે ગોબર પાવડો, ઘાસ કાઢવા સાઈડ સિકલ, શાકભાજીનાં ખેતરમાં નિંદામણ માટે 4,6 અને 7.5 ઈંચનાં ડી-વિડર, નર્સરી, વાડા અને ગાર્ડન માટે ખુરપીઓ, નિંદામણ માટે પુશ એન્ડ પુલ વિડર, નકામુ ઘાસ કાપવા સ્લેશર, નાનુ નિંદામણ કાઢવા રેક વિડર, નિંદામણ અને ઊંડા ઘાસ માટે 2 ઈન 1 વિડર અને કોદાળી વિડર તેમજ રેક, જમીનમાંથી ઢેફાં દૂર કરવા પંજેટી, ક્યારેય ટીપાવવાની જરૂર ન પડે તેવી કુહાડી, નારિયેળની છાલ છૂટી પાડવા કોકોનટ ડી-હસકિંગ, સરગવાની સિંગ/લીંબુ/ચીકુ/કેરી વગેરે સરળતાથી ઉતારવાની બેડનો, વિવિધ પ્રકારનાં ધારિયાં, ચણા તેમજ મગફળી છોડમાંથી છૂટાં પાડવાનાં સાધનો તેમજ ઓછા વજનવાળી ત્રિકમ સહિત અનેક સાધનો બનાવ્યાં છે હિરેન પંચાલે.
🪓 આ સિવાય તાજેતરમાં જ તેમણે મિત્ર એલેન ફ્રાન્સિસની મદદથી UN SDSN-Youth Solutions report નામની ઓનલાઈન સ્પર્ધામાં ભાગ લીધો અને તેમાં મીટ્ટીધનની ફાઈનાલિસ્ટ તરીકે પસંદગી થઈ.
સંદર્ભ : ધ બેટર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.