AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેતી કરવી તો આવી !! ખેડૂતે વેચ્યા 8 કરોડના ટામેટા !
સફળતાની વાર્તાVTV ગુજરાતી
ખેતી કરવી તો આવી !! ખેડૂતે વેચ્યા 8 કરોડના ટામેટા !
👨‍🌾 આજે આપણે એવા પ્રગતિશીલ ખેડૂત ની વાત જાણવાની છે જેમને સરેરાશ આઠથી 10 લાખ રૂપિયા પ્રતિ એકરે નફો થયો છે. ઘઉં અને સોયાબીન જેવા પારંપરિક પાકને ત્યાગી દીધા છે. કૃષિમંત્રી સાથેની વાતચીતમાં ધાકડે જણાવ્યું કે ચાલુ વર્ષે તેમણે એકલા 8 કરોડ રૂપિયાના ટામેટા વેચી દીધા છે. સિરકંબા ગામના આ ખેડૂતે જણાવ્યું કે આદુનો ખર્ચ 80 હજાર રૂપિયા પ્રતિ એકર આવ્યો છે. જો ભાવ સારો રહે તો આપણને 5 થી 7 લાખ રૂપિયા પ્રતિ એકરે રિટર્ન મળશે. ખૂબ જ ઓછો ભાવ હશે તો પણ 3 લાખ રૂપિયા પ્રતિ એકરથી વધુ મળશે. લગભગ આઠ મહિનાનો પાક છે. આ રીતે કપરી સ્થિતિમાં પણ ઓછામાં ઓછા સવા બે લાખ રૂપિયા પ્રતિ એકરે ફાયદો મળશે. 👨‍🌾 ખેડૂત પુત્ર ધાકડે જણાવ્યું કે, ચાલુ વર્ષે ટામેટામાં 12 થી 14 લાખ રૂપિયા પ્રતિ એકરે રિટર્ન મળી રહ્યું છે. લગભગ આઠ કરોડ રૂપિયાના ટામેટા વેચાઈ ગયા છે. જ્યારે તેનો ખર્ચ એકર દીઠ 2 લાખ રૂપિયા આવ્યો હતો. મરચાની ખેતીમાં સાત થી આઠ લાખ રૂપિયાનું રિટર્ન આવ્યું છે. અહીં 350 ખેડૂતોને રોજગાર પણ મળ્યો છે. 👨‍🌾 છેલ્લાં કેટલાંક વર્ષોથી આ ખેડૂતપુત્ર પરિવારે ખેતીની પદ્ધતિને બદલીને નવુ વલણ અપનાવ્યું છે. આ એક લાભકારી પગલું સાબિત થયુ છે. ઘઉં, ચણા, સોયાબીન જેવી પરંપરાગત ખેતીની જગ્યાએ આ ખેડૂત પરિવારે બાગાયતી પાકને પસંદ કર્યો. સંદર્ભ : VTV ગુજરાતી , આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
4
અન્ય લેખો