કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ખેતી આવી જ કરાય!
🌱આપણે ત્યાં ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા હોય છે વરસાદ અને દુકાળની, ભારત આમ તો ખેતી પ્રધાન દેશ છે પરંતુ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત હવામાન બદલાઈ રહ્યું છે અને તેના કારણે ક્યારેક અતિવૃષ્ટી તો ક્યારેક અનાવૃષ્ટીની સ્થિતિ આવે છે. તેવામાં આજે એક એવી ખેતી વિશે વાત કરવી છે જેને કરીને ખેડૂત દર મહિને હજારોમાં કમાણી કરી શકે છે સાથે સાથે વધુ પાણી કે ઓછા પાણીનું ટેન્શન રહેતું નથી. આ ખેતી એટલે ચીના (Proso Millet Farming) ની ખેતી, ચીના એક પ્રકારનું આખું અનાજ છે જે મિલેટ્સ કેટેગરીમાં આવે છે.
🌱ઓછા પાણીની સમસ્યા ખેતરમાં રહેતી હોય તો પણ આ પાક ફાયદાકારક છે. આ પાકને વધુ પાણી જોઈતું નથી અને ઓછા પાણીમાં પણ તેની ખેતી થઈ શકે છે. માટે ઘણા ખેડૂતો ઓછો વરસાદ થતાં ચીનાની ખેતી કરે છે. તમે ઉનાળામાં પણ ખેતરમાં એક પિયત આપીને આ અનાજની ખેતી કરી શકો છો. મોટાભાગે ચીનાની ખેતી જૂન મહિના બાદ કરવામાં આવે છે પરંતુ તમે તેની ખેતી આખું વર્ષ પણ કરી શકો છો.
🌱ચીનાની ખેતી ઉજજ્ડ અને ઓછા પાણીવાળી સુક્કી જમીન પર પણ સહેલાઈથી કરી શકાય છે. આમ બંજર જમીન પર પણ આ ખેતીથી લાખો કમાઈ શકાય છે. તેની વાવણી પછી 60-90 દિવસની અંદર ચીનાનો પાક તૈયાર થઈ જાય છે. એક હેક્ટરમાં વાવણી માટે 4-5 કિલો ચીનાની જરુરિયાત રહે છે.
🌱બજારમાં ચીનાનો હોલસેલ ભાવ પ્રતિ ક્વિંટલ 4800-5000 રુપિયાની આસપાસ છે. જ્યારે એક હેક્ટરના ખેતરમાં આરામથી 12-15 ક્વિંટલ જેટલો પાક દર બે મહિને તૈયાર થઈ જાય છે. જેની કિંમત જોવામાં આવે તો આશરે 75000 દર બે મહિને કમાણી થાય છે. આમ ચીનાની ખેતીથી બંજર જમીનમાંથી પણ તમે વર્ષે 4.50 લાખની કમાણી કરી શકો છો. ચીનાની ખેતીમાં દાણા કાઢી લીધા બાદ આશરે 20-25 ક્વિંટલ જેટલો ભૂસો પણ મળે છે જેને પશુચારા તરીકે વેચીને પણ સારી એવી કમાણી થઈ શકે છે.
👉સંદર્ભ : Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર