AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેતીલાયક જમીન ખરીદવા મળશે લોન !
યોજના અને સબસીડીrvwab
ખેતીલાયક જમીન ખરીદવા મળશે લોન !
➡️ ખેતી માટે જમીન ખરીદવી છે અને પૈસા નથી તો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની SBI લેન્ડ પરચેઝ સ્કીમનો લાભ લઇ શકો છો આ સ્કિમ અંતર્ગત તમને જમીનની કિંમતના લગભગ 85 ટકા લોન મળશે. જેને હપ્તામાં ચૂકવી શકશો. આ સ્કિમનો લાભ લેવા કોણ કરી શકે અરજી ? ➡️ નાના અને સીમાંત ખેડૂતો કે જેમની પાસે 5 એકરથી ઓછી જમીન છે અને જ્યાં ખેતરોમાં પાણી પહોંચાડવાની સીધી વ્યવસ્થા હોતી નથી. એટલે કે એવી ખેતીના માલિક કે જેઓ ફક્ત વરસાદ પર નિર્ભર છે કાં તો પછી એવા ખેડૂતો કે જેમના ખેતરોમાં પાણીની વ્યવસ્થા છે પરંતુ તે માટે અઢી એકરથી ઓછી જમીન છે, ત્યારે જ તેઓ લોન માટે અરજી કરી શકે છે. કઈ ચીજો માટે લોન મળશે ? ➡️ જમીન ખરીદવા માટે - સિંચાઈ સુવિધા માટે અને જમીન વિકાસ માટે કે જેમાં ખર્ચ 50 ટકાથી વધુ ન હોય કેટલી લોન મળશે ? ➡️ જે પણ જમીન તમે ખરીદશો તેનું બેંક પહેલા મૂલ્યાંકન કરશે અને ત્યારબાદ જમીનની કુલ કિંમતના 85 ટકા લોન અપાશે. ખરીદાયેલી જમીનનો માલિકી હક જ્યાં સુધી લોનના પૈસા ચુકતે ન થઈ જાય ત્યાં સુધી બેંકનો રહેશે. લોન ચુકવવા માટે વધુમાં વધુ 9 થી 10 વર્ષનો સમય મળશે. EMI એક વર્ષ બાદ શરૂ થશે. ➡️ વધુ માહિતી માટે તમે SBI ની વેબસાઈટ અથવા તો બેંક શાખા નો સંપર્ક કરી શકો છો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : rvwab. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
44
11