ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
જૈવિક ખેતીકૃષિજીવન
ખેતીમાં હાઈડ્રોજેલનો ઉપયોગ અને તેના ફાયદા
બદલાતા વાતાવરણ ના કારણે જુદા જુદા વિસ્તારોમાં વરસાદ અનિયમિત થાય છે. સાથે બે વરસાદ વચ્ચેનો સમયગાળો પણ વધતો જાય છે. વરસાદની તંગીના કારણે સિંચાઈ માટે પર્યાપ્ત પાણી ઓછું થાય છે. અનિયમિત વરસાદ ના કારણે થતા નુકશાનને બચાવી પાક ઉત્પાદન લેવા માટે ભારતીય કૃષિ સંશોધન સંસ્થા દ્વારા વિકસાવેલ હાઈડ્રોજેલ આશીર્વાદરૂપ સાબિત થશે. હાઈડ્રોજેલ એટલે શું? હાઈડ્રોજેલ એક જાતના અણુઓમાંથી બનેલો મિશ્ર ક્રોસ-લિંક પદાર્થ છે. હાઈડ્રોજેલ એ રાસાયણિક પ્રક્રિયાથી તૈયાર કરવામાં આવેલ સફેદ દાણા જેવો દેખાતો પદાર્થ છે. જે પાણીના સંપર્ક આવ્યા પછી જેલમાં ફેરવાય જાય છે અને તેના વજનથી 350-500 ગણું પાણી શોષી છોડના મૂળને ચોંટીને પાકને જરૂરિયાત મુજબ ભેજ આપે છે. હાઈડ્રોજેલથી જમીનની ફળદ્રુપતા શકિતમાં કોઈ આડઅસર થતી નથી. ફાયદા: • બિયારણ ને ઝડપથી ઉગવામાં મદદ કરે છે. • ભેજ સંગ્રહ કરી લાંબા સમય સુધી પાકને ભેજ પૂરો પાડે છે. • 40-60% સુધી પાણી અને પોષકતત્વોની બચત કરે. • પિયતના બે ગાળા વચ્ચે અંતર વધારે છે પિયત સંખ્યા ઘટે છે. • જમીનનું ધોવાણ અટકાવે છે. • છોડ ને ફૂગ અને અન્ય રોગ સામે બચાવે છે. • પિયત ખર્ચ ઘટે છે. • મૂળ ના વિકાસમાં મદદ કરે છે.
ઉપયોગ કરવાની પધ્ધતિ: • જમીનમાં વાવણી સમયે 1 થી 1.5 કિલો/એકર હાયડ્રોજેલ બીજની નજીક રહે તે રીતે આપવાની ભલામણ છે. રેતીનું પ્રમાણ વધારે હોય તો 2.5 કિલો /એકર ની ભલામણ છે. • બિયારણ સાથે મિક્સ કરીને સીધું જમીનમાં આપી શકાય. પરિણામ માટે 1 કિલો હાયડ્રોજેલ તથા 10 કિલો માટી મિક્સ કરી બિયારણ સાથે ચાસમાં વાવેતર કરવું. સંદર્ભ: કૃષિજીવન આ બહુઉપયોગી માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
640
6
સંબંધિત લેખ