કૃષિ વાર્તાVTV ગુજરાતી
ખેતીમાં હવે નહીં થાય ડીઝલનો ઉપયોગ, જાણો સરકારનો પ્લાન !
👨🌾 સરકારે ડીઝલના ઉપયોગને બંધ કરવા માટે એક મહત્વનું પગલું ભર્યું છે. ખેતરોમાં ડીઝલના ઉપયોગને શૂન્ય કરવા તથા કૃષિ ક્ષેત્રને નવીકરણીય ઉર્જામાં બદલવાની આશા છે.
⛽ કેંદ્રીય ઉર્જા મંત્રીએ કહ્યું કે ભારતમાં આવનાર બે વર્ષોમાં કૃષિમાં ડીઝલનો ઉપયોગ લગભગ સમાપ્ત થઇ જશે. ખેતીમાં ડીઝલના સ્થાને નવીકરણીય ઉર્જા સાથે જીવાશ્વમ ઇંધણનો ઉપયોગ થશે.
સૌર સિંચાઈ પંપ
🌞 વિજળી મંત્રાલયે ખેડૂતોને ડીઝલથી ચાલવાવાળા સિંચાઈ પંપોના સ્થાન પર સૌર ઉર્જાથી ચાલવાવાળા સિંચાઈ પંપોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. સરકાર દ્વારા હવે ઘણી સોલાર પંપ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ હેઠળ ખેડૂતો તથા સૌર ઉર્જાથી ચાલવાવાળા પંપો માટે આર્થિક મદદ પણ કરવામાં આવે છે. રાજ્ય સરકારોએ પણ સોલાર સિંચાઈ પંપને સ્થાપિત કરવા માટે સબસિડી આપવાની શરુ કરી છે.
👨🌾 આવનાર દિવસોમાં જો ખેડૂતો સોલાર તરફ પ્રયાણ કરશે તો ખેડૂતો ને ફાયદો થશે અને ખેતી ખર્ચમાં ધટાડો થશે.
સંદર્ભ : VTV ગુજરાતી,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.