AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેતીમાં મધમાખી થી થાય છે મોટા ફાયદા!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ખેતીમાં મધમાખી થી થાય છે મોટા ફાયદા!
🪰મધમાખી પરાગનયન પ્રક્રિયા દ્વારા પાક ઉત્પાદન વધારે છે. 🪰મધમાખી પરાગનયન ની પ્રક્રિયા કરી ફલીનીકરણ કરે છે અને સરવાળે પાકના ઉત્પાદનમાં વધારો કરે છે. 🪰પરંતુ હાલ કેટલાક સમય થી જોઈ શકાય છે કે જંતુનાશક દવા ના આડેધડ વપરાશ થી ખેતર માં મધમાખી ની સંખ્યા ખૂબ જ ઓછી થઈ રહી છે. 🪰પરિણામ સ્વરૂપ તલ, વરિયાળી, નાળિયેરી, અજમાં, ધાણા, રાયડો, આંબા જેવા પાક માં ઉત્પાદન અનેક મહેનત છતાં પણ ઓછું આવે છે. 🪰આવા સંજોગો માં ખેડૂત મિત્રો એ થોડી કાળજી લેવી જરૂરી છે. 🪰આ કાળજી ના ભાગ રૂપે ખેડૂત મિત્રો એ પાક જ્યારે ફૂલ અવસ્થા પર હોય ત્યારે જંતુનાશક દવાનો આડેધડ ઉપયોગ ટાળવો જોઈએ. 🪰ઉપરાંત સુર્ય આથમવા ના સમયે મધમાખી જ્યારે પોતાના મધપૂડા માં પરત ફરે ત્યારે જરૂર મુજબ દવા છંટકાવ કરવો જોઈએ. તથા ઘણી બધી એવી જંતુનાશક દવાઓ છે જે મધમાખી માટે હાનિકારક નથી તેનો અભ્યાસ કરી ઉપયોગ કરવો. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
20
0
અન્ય લેખો