AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખABP ન્યુઝ
ખેતીમાં ઉપયોગી છે આ ખેતી પદ્ધતિ, થશે મબલખ નફો !
કૃષિ ક્ષેત્રે નવીન ટેકનોલોજી પણ હરણફાળ ભરી છે. જૂની પદ્ધતિને નવી પદ્ધતિમાં રૂપાંતર કરી ખેડૂતોતેનો આવકરી રહ્યા છે. જેમાંથી એક છે મલ્ચિંગ પદ્ધતિ. ⬜ કઈ ખેતીમાં થઈ રહ્યો છે મલ્ચિંગનો ઉપયોગ: હાલ તડબૂચના પાકમાં મલ્ચિંગ પદ્ધતિ સવિશેષ ઉપયોગ થવા લાગ્યો છે. આ ઉપરાંત ટામેટી, મરચી, તૂરિયા, કાકડી વગેરે જેવા શાકભાજીના પાકોમાં તેમજ કપાસમાં પણ સફળતાપૂર્વક ઉપયોગ થાય છે. મલ્ચિગ માટે પ્લાસ્ટિક થોડું મોંઘુ હોવા છતાં તેનો વપરાશ વધતો જાય છે. હાલ એલએલડીપીઈનો ઉપયોગ વધુ જાણીતો બન્યો છે કારણ કે ખૂબ પાતળું હોવા છતાં વધુ મજબૂતાઈ ધરાવે છે જેથી ફાટતું નથી કે કાણાં પડતા નથી તેમજ તે વધારે પાતળું હોવાથી ઓછા વજનમાં વધુ વિસ્તારમાં પાથરી શકાય છે. આમ ખર્ચ પણ ઓછો થાય છે. 🌀 મલ્ચિંગનો ઉપયોગ 1) જળ સંરક્ષણ 2) પાણી શોષણ 3) બાષ્પીભવન ઘટાડવું 4) નીંદણનું નિયંત્રણ 5) સુક્ષ્મસજીવો માટે માઈક્રોક્લાયમેટ બનાવવામાં 6) પાકના અસરકારક મૂળ વિસ્તારની આસપાસ ગરમીનું પ્રમાણ જાળવી રાખવામાં 7) મલ્ચ તરીકે શું ઉપયોગમાં લઈ શકાય મલ્ચ તરીકે પરાળ, સુકાપાંદડા, કેળના પાન, શેરડીના પાન, લાકડાનો વહેર, મગફળીના ફોતરા વગેરેનો ઉપયોગ કરી શકાય. નહિતર આ બધાની જગ્યાએ પ્લાસ્ટીક ઉપયોગમાં લઇ શકાય છે. 💠 મલ્ચિંગ પદ્ધતિના લાભ 🍉શાકભાજીના પાકોમાં નિંદામણથી મૂક્તિ નિંદામણ ખર્ચનો બચાવ. 🍅પાણીનો વ્યય અટકે ઓછા પાણીમાં શાકભાજીના પાકોનું વધુ ઉત્પાદન. 🌶️રોપાણી બાદ ઉત્પાદનનો સમયગાળો વહેલો. 🍈મજુરી ખર્ચમાં ફાયદો. 🥒બીજ અંકુરણની ક્રિયા ઝડપી અને રોપણી બાદ શરૂઆતના તબક્કામાં જીવતો કે રોગ લાગવાની શક્યતા નહીંવત રહે છે. સંદર્ભ : ABP ન્યુઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
33
8
અન્ય લેખો