કૃષિ વાર્તાકૃષિ જાગરણ
ખેતરે આવી રીતે મેળવો વીજળી જોડાણ, જાણો પૂર્ણ માહિતી !
👉ખેતીમાં સૌથી જરૂરી એવું પાણી એ ખેડૂતો માટે આશીર્વાદ બની જતું હોય છે. ખેડૂત પાણીની આ સગવડ કૂવા, બોર દ્વારા કરતો હોય છે. તેના ઉપર જો વીજળીનું જોડાણ એટલે કે કનેકશન હોય, તો ખેડૂતોને ઘણી જ સરળતા થઇ જતી હોય છે. આજે આપણે નવા વીજ કનેક્શન માટે જરૂરી વાતો વિશે જાણીશું. 👉સૌ પ્રથમ તો આપણા ખેતરમાં જે કૂવો કે બોર હોય, તેનો ઉલ્લેખ તે ખેતરની ૭/૧૨ ની નકલમાં થવો જરૂરી છે. જો તે નકલમાં કૂવો ન હોય, તો આપે આપના ગામના મહેસૂલ વિભાગના તલાટીશ્રીને મળીને તે નકલમાં કૂવો કે બોરના ઉલ્લેખ (ચડાવવાની)ની કામગીરી કરવાની રહેશે. 👉બીજી એક સરળ, પણ મહત્વી વસ્તુની આપણે જરૂર પડશે અને તે વસ્તુ છે આપના નજીકના ખેતરના/શેઢા પાડોશીનું લાઇટ બિલ કે જેના આધારે તમારા નવા વીજ કનેક્શનનો રૂટ નક્કી થતો હોય છે. 👉 આ બે સરળ વસ્તુઓ પછી એક થોડી જટિલ વસ્તુ એ છે કે આપણા ખેતરના દસ્તાવેજની ૮એ નકલમાં જો એક કરતા વધુ ખાતેદારો હોય, તો તે વધારાના દરેક ખાતેદારે નકલમાં રહેલી અરજદાર વ્યક્તિને સંમતિ પત્રક આપવાનું રહેશે. આ સંમતિ પત્રક ૩૦૦ રૂપિયા સ્ટૅમ્પ પેપર ઉપર નોટરીમાં સોગંદનામું કરીને આપવાનું રહેશે. 👉આ સિવાય બીજા કેટલા ડૉક્યુમેંટની આપને જરૂર પડશે, તેનું લિસ્ટ અહીં આપેલું છે. 👉૭/૧૨ ,૮અ 👉હક્કપત્રક ૬ નંબરની છેલ્લી ત્રણ (૩) તથા બોજાના હક્કપત્રકની છેલ્લી ત્રણ (૩) નોંધ 👉ચતુર્થ સીમા (સીમચોરસી) 👉પાણીનો દાખલો (નંબર 16) 👉ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ 👉રેશન કાર્ડ 👉બાજુની વાડી (ખેતર)વાળાનું લાઇટ બિલ 👉૧ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો 👉નોડ્યૂ સર્ટિફિકેટ (NDC/NOC)...જે વીજળી વિભાગની ઑફિસે જ મળી જતું હોય છે. 👉જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020 સંદર્ભ : કૃષિ જાગરણ આપેલ સફળતા ની વાત ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરી માહિતગાર કરો.
103
10
અન્ય લેખો