AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેતરમાં શેઢે વાવી દો, લાખોમાં થશે કમાણી
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ખેતરમાં શેઢે વાવી દો, લાખોમાં થશે કમાણી
🪵આપણો દેશ કૃષિ પ્રધાન દેશે છે. અહીંની મોટા ભાગની વસ્તી ખેતી પર નિર્ભર કરે છે. દેશના ખેડૂતો હવે પરંપરાગત ખેતીની હટીને ઔષધિય છોડ, ફુલો તથા ફળ, ઈમારતી લાકડાના છોડની ખેતી કરી રહ્યા છે. જેનાથી તેમને ઓછા ખર્ચામાં સારો નફો મળી શકે. જો તમે પણ ઓછા ખર્ચામાં સારો નફો કમાવા માગો છો તો અમે આપને એક એવા છોડ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેની ખેતી કરીને તમે માલામાલ થઈ શકો છો. 🪵હકીકતમાં જોઈએ તો, અમે વાત કરી રહ્યા છીએ, પોપુલરના છોડની. જે ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં કેટલાય દેશોમાં તેની ખેતી થાય છે. પોપુલર એક એવો છોડ છે, જેનો ઉપયોગ કેટલીય રીતે ઘરેલૂ વસ્તુંઓ બનાવવામાં થાય છે. પોપુલરની લાકડા પ્લાઈવુડ, રમકડા, માચિસ, કાગળ, પેકિંગ કેસ અને કૃત્રિમ હાથ-પગ બનાવવામાં થાય છે. એટલા માટે તે મોંઘા ભાવે આસાનીથી વેચાય જાય છે. 🪵તો વળી તેની ખેતી માટે દોમટ અને ચિકણી માટી ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. તથા માટીમાં કાર્બનની માત્રા વધારે હોવી જોઈએ. જેનાથી છોડનો ગ્રોથ સારી રીતે થશે. સાથે જ માટીનું પીએચ માપદંડ 6.5થી 7.5 હોવું જોઈએ. પોપુલર છોડની રોપણી માટે 6થી 8 વર્ષે તૈયાર થઈ જાય છે. સાથે જ તેઓ જણાવે છે કે, પોપુલરના છોડની રોપણી નવેમ્બર અને ડિસેમ્બરના મહિનામાં કરવી જોઈએ. છોડની રોપણી કરતી વખતે ખેડૂતોને એ ધ્યાન રાખવું જોઈએ કે છોડથી છોડની વચ્ચે 3 મીટર અને લાઈનથી લાઈનની વચ્ચે 4 મીટરનું અંતર હોવું જોઈએ. જેનાથી તેની વચ્ચે ખાલી જગ્યામાં તમે અન્ય પાક ઉગાડી શકો. 🪵આ છોડથી સારુ ઉત્પાદન લેવા માટે ખેડૂતો રોપણી પહેલા ધ્યાન આપે કે તેની ઉન્નત જાતના છોડની પસંદ કરવામાં આવે. જેમાં પોપુલરની ક્લોન જી-3, જી-48, એલ-34, એલ-74, એલ-188, એલ-247 ઉન્નત જાતની પ્રજાતિ માનવામાં આવે છે. જેની રોપણી કરીને ખેડૂતો સારો એવો નફો કમાઈ શકે છે. 🪵એક હેક્ટરમાં ખેડૂતો અઢીસો ઝાડ આસાનીથી ઉગાડી શકે છે. સાથે જ તેઓ તેની સાથે અન્ય પાકની ખેતી પણ કરી શકે છે. એક ઝાડની લંબાઈ લગભગ 80 ફુટ સુધી થાય છે. 🪵છોડનો સારો ગ્રોથ થાય, તેના માટે શિયાળામાં તેના છોડમાં કાપણી કરતા રહેવું જોઈએ.ખેડૂત એક હેક્ટરમાં આ છોડની રોપણી કરીને 8થી 10 લાખ રૂપિયાનો આસાનીથી નફો કમાઈ શકે છે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !
25
0
અન્ય લેખો