AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેતરમાં કચરો સળગાવતા પેહલા આટલું વાંચો !
સલાહકાર લેખ4masti
ખેતરમાં કચરો સળગાવતા પેહલા આટલું વાંચો !
🔥 ખેતરમાં કચરો સળગાવતા દરેક ખેડૂત આ લેખ જરૂર વાંચે. 🔥 મોટાભાગનાં ખેડુતમિત્રો શિયાળુ સીઝન પુરી થયા પછી ખેતરમાં રહેલો કચરો સળગાવતા હોય છે, અને ત્યારબાદ ઉંડી ખેડ કરીને ખેતરને ખુલ્લુ છોડી દેતા હોય છે. 🔥 ક્યારેય ખેતરમાં કચરો સળગાવવો નહીં. કારણ કે પાક માટે ખુબ ઉપયોગી એવા માઇક્રોન્યુટ્રીયેન્ટ આ કચરાને સળગાવવાથી બળી જતા હોય છે અને સરવાળે ખેડુતોને ખુબ મોટું નુક્શાન થતું હોય છે. ફળદ્રુપ જમીનનું ઉપલુ સ્તર સાવ નાશ પામતું હોય છે. 🔥 ખેતરને ખેડવુ જ હોય તો વરસાદ આવવાના પંદર દિવસ પહેલા જ ખેડવુ. કારણ કે આપણે ત્યાં ગરમીનું પ્રમાણ ખુબ જ ઉંચુ રહેતુ હોવાથી ખેતરમાં રહેલો ખુબ અગત્યનો ઘટક એવો જૈવીક કાર્બન ગરમીને લીધે બળી જતો હોય છે. 🔥 કોઇ પણ પાકની ગુણવતા અને ઉતારાનો આધાર આ જૈવીક કાર્બન પર રહેલો હોય છે. સંદર્ભ : 4masti, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
26
9