AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેતરમાં ઉગશે 'રૂપિયાના ઝાડ'
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
ખેતરમાં ઉગશે 'રૂપિયાના ઝાડ'
💥ખેડૂતો માટે ગુજરાત સરકાર ઉપરાંત ભારત સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલી છે. આ યોજનાઓમાંથી ઘણી એવી યોજનાઓ છે જેની પુરતી જાણકારી ખેડૂતો પાસે હોતી નથી. એ જ કારણસર છેવાડા ગામડાઓમાં રહેતા અને ખેતીના વ્યવસાય પર નભતા ખેડૂતો સુધી આ યોજનાઓ પહોંચી શકતી નથી. આવી જ એક યોજના અંગે આ આર્ટિકલમાં વાત કરીશું. 💥આ યોજના થકી ખેડૂતો વિનામૂલ્યે વિજળી વાપરી શકશે. એટલું જ નહીં આ યોજના થકી ખેડૂતો વીજ ઉત્પાદન કરીને પોતે પૈસા પણ કમાઈ શકશે. આ યોજનાનું નામ છે સૂર્યશક્તિ કિસાન યોજના. આ યોજના બદલી રહી છે લાખો ખેડૂતોની કિસ્મત. 💥ગુજરાત સરકાર દ્વારા સૂર્યશક્તિ કિસાન યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના થકી ખેડૂતો પોતાના ખેતરમાં સૂર્યશકિતથી વીજ ઉત્પાદન કરી શકશે અને ઉત્પાદન કરેલ વીજળી ઉપયોગ ખેતીમાં કરી શકશે. આ ઉપરાંત વધારાની વીજળીને વીજનિગમ ને વેચીને વધારાની આવક મેળવી શકશે. ખેડૂતોએ કેટલાં પૈસા ભરવા પડશે? 💥ખેડૂતોએ ઓછામાં ઓછી કુલ ખર્ચની પાંચ ટકા રકમ ભરપાઇ કરવાની રહેશે પરંતુ વધારે રકમ ભરવી હોય તો તે ભરી શકશે. જેટલી રકમ વધારે ભરશે તેટલી લોન ઓછી લેવાની થશે અને તેને કારણે આવક વધુ થશે. સરકાર કેટલી સહાય આપશે? 💥કેન્દ્ર અને રાજ્ય સરકાર ૬૦ ટકા રકમ સબસીડી પેટે ચૂકવશે. ખેડૂત વતી રાજ્ય સરકાર બાકીની ૩૫ ટકા રકમ સસ્તા વ્યાજની લોન પેટે લેશે. લોનનો સમયગાળો ૭ (સાત) વર્ષનો રહેશે. કેવું હશે આ યોજનાનું ટેકનિકલ સેટઅપ? 💥એક હોર્સ પાવર દીઠ સવા કિલોવોટની સોલાર પેનલ આપવામાં આવશે. (એટલે કે ૧૦ હો.પા.ના જોડાણ માટે ૧૨.૫ કિલોવોટની પેનલ અપાશે) – પ્રતિ કિલોવોટ સોલાર ક્ષમતા મુજબ ૧૦ x ૧૦ ફુટ જગ્યાની આવશ્યકતા રહેશે. વધારાની પેનલ માટે શું કરવું પડશે? 💥જો કોઇ ખેડૂત વધારે કિલોવોટની પેનલ લગાવવા ઇચ્છતા હોય, તો નિયમોને આધિન રહી મંજૂરી અપાશે. વધારાની પેનલોથી ઉત્પન્ન થતી વીજળી રૂા. ૩.૫૦ પ્રતિ યુનીટના દરથી ખરીદવામાં આવશે. અને તેના પર રાજ્ય સરકારની સબસીડી મળવાપાત્ર થશે નહી. સ્કાય ફીડર દીઠ યોજનામાં જોડાતા ખેડૂતોની સમિતિ બનાવવાની રહેશે. સ્કાય ફીડર ઉપર દિવસે ૧૨ કલાક વીજળી મળશે, પરંતુ જે ખેડૂત આ યોજનામાં નહીં જોડાય તેને ૮ (આઠ) કલાક વીજ પુરવઠો મળશે. ખેડૂતને કઈ રીતે થશે કમાણી? 💥વીજળીનું ઉત્પાદન થાય અને વપરાશ કર્યા બાદ જે યુનિટ ગ્રીડમાં આવે તે યુનિટ દીઠ પહેલાં સાત વર્ષ માટે રૂા. ૭/- પ્રતિ યુનિટ ખેડૂતને ચૂકવવામાં આવશે. જે પૈકી રૂ. ૩.૫૦ પ્રતિ યુનિટ વીજ વિતરણ કંપની ચૂકવશે. બાકીના રૂ. ૩.૫૦ પ્રતિ યુનિટ (૧૦૦૦ યુનિટ પ્રતિ કિ.વો. પ્રતિ વર્ષની મર્યાદામાં) ખેડૂતને રાજ્ય સરકાર સબસીડી રૂપે ચૂકવાશે.આવી કુલ રકમમાંથી ખેડૂતની લોનનો હપ્તો ભરપાઇ થયા બાદ જે બચત થશે તે ખેડૂતના બેન્ક ખાતામાં સીધી જમા કરાવવામાં આવશે. ૭ વર્ષના લોનનો સમય પૂરો થયા બાદ બાકીના ૧૮ વર્ષ સુધી ગ્રીડમાં અપાતી વીજળીના પ્રતિ યુનિટ માટે ખેડૂતને વીજ વિતરણ કંપની દ્વારા રૂ. ૩.૫૦ પ્રતિ યુનિટ ચૂકવવામાં આવશે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
29
0
અન્ય લેખો