AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેતરની ચારે દિશાઓમાં યોગ્ય પ્રકારના વૃક્ષો ઉછેરવા થી પાક વધે !
સલાહકાર લેખદિવ્ય ભાસ્કર
ખેતરની ચારે દિશાઓમાં યોગ્ય પ્રકારના વૃક્ષો ઉછેરવા થી પાક વધે !
➡️ ખેડુતે ખર્ચ વગરની ખેતી કરવા માટે: ખર્ચવગરની ખેતી કરવા માટે શું કરવું ત્યારે સવાલનો જવાબ કુદરત પાસે મળે છે. જ્યોતિષ દ્વારા જૂના ગ્રંથોનો અભ્યાસ કરી વૃક્ષોમાંથી મળતા પોષક તત્વોનાં આધારે પાકમાં પાણીની જરૂરીયાત સંતોષી બારેમાસ ખેતી કરી શકાય છે. જેનાં કારણે પાકમાં વધારો અને આર્થિક રીતે બચત થાય છે. ➡️ ખેતરમાં નવા નવા રાસાયણિક ખાતરો નાંખવાથી જમીનને લાંબાગાળે નુકશાન થયુ છે. કૃષિ વૈજ્ઞાનિકો માટે સંશોધનો કરી રહ્યા છે. નાળીયેરી, નેતર, ખીજડો, મહુડો, નગોડ, ઉંબરો વગેરે વગેરે વૃક્ષો દિશા પ્રમાણે ઉગાડવાથી પાકને હવા, પાણી, ભેજ પુરતા પ્રમાણમાં મળી રહે છે. ➡️ વૃક્ષો જે ભેજ ખેંચે તેનાથી વર્ષાઋતુ નિયમિત થાય છે. તેમજ કૃત્રિમ વર્ષાના ખર્ચાળ પ્રયોગો ક્યારેય કરવા પડે. ખેડૂતોએ વરસાદ આધારીત ખેતીને બદલે બારમાસી ખેતી કરવી આસાન રહેે. આવી ખેતી કરવાથી વિજળી, પંપ, ટ્રેક્ટર, ખાતર વગેરેનો મર્યાદિત ઉપયોગ થવાને કારણે આર્થિક રીતે બચતમાં વધારો થાય છે. તેમજ ખેડુતની આર્થિક સમૃધ્ધીમાં પણ સારો એવો વધારો થાય છે. ➡️ ઇ.સ. 1100નાં પુસ્તકનો અભ્યાસ: કુદરતીવૃક્ષોની ઘણી ઉપયોગિતા છે. વૃક્ષો ભેજ લઇ જમીનમાં ઉતારે. હેમચંદ્રાચાર્યનું પુસ્તક સિદ્ધહેમ કે પ્રપંચમાં તેનો ઉલ્લેખ છે. જેમાં દિશા પ્રમાણે ગોઠવતા ખેડૂતોને ફાયદો થાય છે. ➡️ કઇ દિશામાં કયા વૃક્ષ ઉછેરી શકાય: ↗ પૂર્વ(અગ્નિખુણા સુધી): તાડ, ખજૂરી, નાળીયેરી, નેતર, મહુડો ↗ દક્ષિણ(નૈઋત્ય ખુણા સુધી): પીલુ, ખીજડો, મહુડો, નમેલા ઝાડ ↗ પશ્વિમ(વાયવ્ય ખુણા સુધી): આંબો, લાલકરણ, કદમ, આસોપાલવ ↗ ઉત્તર( ઇશાન ખુણા સુધી): ખાખરો, ઉંબરો, નગોડ, ગરમાળો,ભો રીંગણી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : દિવ્ય ભાસ્કર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
8
અન્ય લેખો