કૃષિ વાર્તાવ્યાપાર જન્મભૂમિ
ખેડૂત સંચાલિત એફપીઓને મળશે વેગ !
કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કૃષિ વિષયક' બિલ પસાર કરીને ફાર્મર પ્રોડ્યૂસ ઓર્ગેનાઇઝેશનને પ્રોત્સાહન આપતા હવે આ દિશામાં ગતિવિધિ વધી છે. એફપીઓ ઘણા સમયથી ચાલી રહ્યા છે પણ હવે આ પ્રવૃત્તિને વેગ મળશે. એફપીઓ દ્વારા થતા ખેડૂતોના માલના વેચાણમાં સામાન્ય કરતા 20 ટકા વધુ કિંમત મળી રહ્યા હોવાથી પ્રોત્સાહન મળ્યું છે. બનાસ એફપીઓનો વહીવટ કરતા ખેડૂત જણાવે છે કે 'અમે એફપીઓમાં અત્યાર સુધીનો સૌથી મોટો સોદો 50 લાખનું જીરુ વેચીને કર્યો છે. કંપની દ્વારા પાટણથી આશરે 35 મેટ્રિક ટન જેટલુ જીરુ તમિલનાડુમાં વેચ્યું. ખેડૂતોને યાર્ડમાં મળે છે તેના કરતા વધારે સારો ભાવ પણ પ્રાપ્ત થયો છે. હવે ખેડૂતો દેશભરમાં ગમે ત્યાં વેંચી શકે છે તેનો ફાયદો આવનારા દિવસોમાં સરળતાથી મળતો થઇ જશે.' ગુજરાતમાં હાલ 171 ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઇઝેશન લિમિટેડ કંપની કાર્યરત છે જેનું વિસ્તરણ સતત વધતું જાય છે. દેશમાં 4235 જેટલા એફપીઓ કાર્યરત છે. બધા જ ઓર્ગેનાઇઝેશન ઉત્કૃષ્ઠ કામગીરી કરવા લાગ્યા છે.' જો ખેડૂત મંડળીઓ રજીસ્ટર્ડ થઈ જાય અને ખેડૂત પોતે જ ચેરમેન સભાસદ અને વહીવટદાર બને તો સરકારના નવા સુધારા છે તેનો સીધો ફાયદો આવી મંડળીઓને થઈ શકે. ગુજરાતમાં રજિસ્ટર્ડ ન થઈ હોય તેવી અન્ય કંપનીઓ પણ છે. જોકે ધીરે ધીરે હવે આવી મંડળીઓ સરકારી ચોપડે નોંધાવા લાગશે. આ મંડળીઓને ફાયદો એ છે કે જેટલા વધુ સભાસદ ખેડૂતો હોય એટલો માલ વધુ આવે અને એક જગ્યાએ માલ ભેગો થાય તો નિકાસકારો ટ્રેડરો કે કંપનીઓને ત્યાંથી લઈ જવું સરળ પડે સાથે-સાથે ઊંચો ભાવ મેળવવામાં પણ સરળતા થાય છે.' સરકારનો લક્ષ્યાંક આગામી ત્રણ-ચાર વર્ષમાં ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઇઝેશનની સંખ્યા બમણી કરી દેવાનો છે. એનાથી વચેટિયાઓ નાબૂદ થાય અને ખેડૂતોને મનગમતા ભાવ પણ મળી રહેશે.
સંદર્ભ : વ્યાપાર જન્મભૂમિ, આપેલ કૃષિ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરી જાણ કરો.
34
4
અન્ય લેખો