યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
ખેડૂત માટે સહાય યોજનાઓ
👨🏻🌾ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ધ્યાનમાં લઈને કૃષિક્ષેત્રે અવનવી પદ્ધતિઓ તેમ જ ટેકનોલોજીને વિકસાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. આ યોજનાઓ એ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતલક્ષી તેમજ ખેડૂતોને લાભ મળી શકે તે માટે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
👨🏻🌾ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આઇ ખેડૂત પોર્ટલ પરથી ગુજરાતનો ખેડૂત એ ઘરે બેઠા વિવિધ યોજનાઓનો લાભ લઇ શકે છે. જો ગુજરાતનો ખેડૂતે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ખેડૂત લક્ષી યોજના નો લાભ લેવા માંગતા હોય તો તે ઘરે બેઠાં યોજના માટેનું ફોર્મ ભરી શકે છે તેમને કચેરીઓ પર ધક્કા ખાવાની જરૂર નથી તે માટે ગુજરાત સરકાર માટે ખેડૂતોનાં હિત માટે આઇ ખેડૂત પોર્ટલ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે આ પોર્ટલ લોંચ કરવામાં આવેલું છે.
ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી યોજનાઓ લોન્ચ કરવામાં આવેલી છે તેમાંથી સૌથી પ્રખ્યાત યોજનાઓ આ છે:
👉🏻ખેડૂત મોબાઈલ સહાય યોજના
👉🏻ટ્રેક્ટર સહાય યોજના
👉🏻કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના
👉🏻કિસાન પરિવહન યોજના
👉🏻પશુ ખાણદાણ સહાય યોજના
👉🏻મફત છત્રી યોજના
👉🏻મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના
👉🏻પશુ સંચાલિત વાવણીયો
👉🏻ડ્રીપ ઇરીગેશન યોજના
👉🏻ખેડૂત અકસ્માત વીમા યોજના
👉🏻ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે
👉🏻પ્લગ નર્સરી (વનબંધુ યોજના)
👉🏻મહિલા સ્ટાઇપેન્ડ યોજના
👉🏻સરગવાની ખેતીમાં સહાય
👉🏻દેશી ગાય સહાય યોજના
👉🏻દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય
👉🏻સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના
👉🏻ફળપાકોના વાવેતર માટે
👉🏻આ બધી યોજના લાભ લેવા માટે અને વધારે વિશેષ માહિતી જાણવા માટે https://ikhedut.gujarat.gov.in/ લિંક પર ક્લીક કરો.
👉સંદર્ભ :-Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !