કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ખેડૂત ને થશે મોટો ફાયદો
👉🏻દેશના ઘણા ભાગોમાં રવિ પાકની વાવણી શરૂ થઈ ગઈ છે. ખેડૂતો ડીએપી, પોટાશ, ઝિંક સલ્ફેટ અને યુરિયા વગેરે જેવા ખાતરો ઉમેરીને વાવેતર કરે છે. ખાતરના વધારે ભાવના કારણે નકલી ખાતર બનાવીને ખેડૂતોને તેનું વેચાણ કરવામાં આવે છે. નકલી ખાતરના કારણે ખેડૂતોને પાક નુકશાનીનો સામનો કરવો પડે છે. તેથી ખેડૂતો સાવધાની રાખશે તો આ પ્રકારની નુકસાનથી બચી શકે છે.
👉🏻D.A.P. ખાતરને કેવી રીતે ઓળખવું
ખેડૂતોએ પોતાના હાથમાં D.A.P ખાતરના કેટલાક દાણા લઈ અને તેમાં ચૂનો ભેળવીને તમાકુની જેમ ઘસો. જો દાણામાંથી તીવ્ર ગંધ આવે, તો સમજવું કે તે D.A.P. અસલી છે. DAP ને ઓળખવાની બીજી એક પદ્ધતિ પણ છે. D.A.P. ના થોડા દાણાને ધીમી આંચ પર એક તવા પર ગરમ કરો. જો ખાતરના દાણા ફૂલી જાય તો સમજવું કે અસલી છે. D.A.P. ના દાણા ભૂરા, કાળા અને બદામી રંગના હોય છે અને તે સરળતાથી તૂટતા નથી.
👉🏻યુરિયા ખાતરની ઓળખ કેવી રીતે કરવી
અસલી યુરિયા હંમેશા સમાન કદના સફેદ ચળકતા કઠણ દાણા હોય છે, પાણીમાં તે ઓગળી ગયા બાદ તેનો સ્પર્શ કરવામાં આવે તો ઠંડીનો અહેસાસ થાય છે. આ ઉપરાંત યુરિયાને તવા પર ગરમ કરવાથી તેના દાણા ઓગળી જાય છે. જો આપણે આંચને વધારીને ગરમ કરીએ તો તેના કોઈ અવશેષ બાકી ન રહે તો સમજવું કે, તે અસલી યુરિયા છે.
👉🏻આવી રીતે કરો સુપર ફોસ્ફેટ ખાતરની ઓળખ
સુપર ફોસ્ફેટ ખાતર અસલી હોય તો તેના દાણા સખત અને બદામી કાળો રંગના હોય છે. તેના કેટલાક દાણાને ગરમ કરો, જો તે ફૂલી ન જાય તો સમજવું કે અસલી સુપર ફોસ્ફેટ છે. ગરમ કર્યા બાદ D.A.P. ના દણા ફૂલી જાય છે, જ્યારે સુપર ફોસ્ફેટમાં તેની વિપરીત અસર થાય છે. સુપર ફોસ્ફેટ એક એવું ખાતર છે જે સરળતાથી નખથી તૂટી શકતું નથી.
👉🏻પોટાશ ખાતર ઓળખ આ રીતે કરો
પોટાશની અસલી ઓળખ સફેદ મીઠું અને લાલ મરચું જેવું મિશ્રણ છે. પોટાશના કેટલાક દાણાને ભીના કરો. જો તે એકસાથે ચોટતા નથી તો સમજવું કે તે અસલી છે. આ ઉપરાંત પોટાશ જ્યારે પાણીમાં ઓગળી જાય છે ત્યારે તેનો લાલ ભાગ પાણીની ઉપર હંમેશા તરતો રહે છે.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!