સમાચારGSTV
ખેડૂતો 30મી સપ્ટેમ્બર સુધી કરી લો આમ, નહીં તો ખાવા પડશે હાઇકોર્ટના ધક્કા !
👨‍🌾 સરકાર દ્વારા કરાવવામાં આવતી જમીન માપણી પછી જમીનના માપમાં થતી વધઘટ, બોજા, અન્ય હક્કો તથા એન્ટ્રીઓની સપ્ટેમ્બર સુધીમાં ખેડૂત તેમના ખાતાની ચકાસણી નહિ કરે તો તે વિગતો દર્શાવતા ફોર્મ નંબર ૭-૪, ૮, ૧૨ અને ૬માં આપવામાં પછી રેકોર્ડમાં સુધારો કરાવવા માટે કૃષિ પંચમાં જવું પડશે. 🔹કૃષિની વિગતોની ખરાઈ કરી લેવાની તકેદારી ખેડૂતોએ રાખવી પંચમાં સુધારો નહિ કરાવી શકાય તો ત્યારબાદ હાઈકોર્ટમાં જવું પડશે. આ ખરાઈ કરવામાં સુસ્તી દાખવવામાં આવશે તો ખેડૂતોએ હાઇકોર્ટ સુધી લડાઈ લડવી પડશે અને તેને માટે લાખો રૂપિયાનો ખર્ચ અને સમય જતાં મુશ્કેલીમાં મૂકાઈ જશે. સરકાર દ્વારા ખરાઈ કરી લેવા આંધણ કરવાની પણ નોબત આવશે. 🔹માપણીમાં થયેલી ભૂલ હેઠળની જમીન તમારી માલિકીની છે તે પુરવાર કરવાની આવશે. જવાબદારી ખેડૂત ખાતેદારને માથે ત્યારબાદ પણ અધિકારીઓ ભૂલ સુધારવામાં મહિનાઓ લગાવી દેશે. 🔹આ સંજોગોમાં દરેક ખેડૂત તેમના રેવન્યુ રેકોર્ડને ચકાસી લે અને ભૂલ જણાય તો ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં રેવન્યુ રેકોર્ડમાં સુધારા કરવા માટેની અરજી અથવા તો માપણી સામેની વાંધા અરજી આપી દેવાની રહેશે. 🔹જમીનની માપણીનો વિવાદ વકરી જાય તો તેવા સંજોગોમાં જમીન ખાલસા થઈ જવાનો પણ ખતરો તોળાયેલો રહેશે. 🔹આ ખતરો ન આવે તે માટે ખેતીની જમીનના નવેસરથી સરવે કરીને પ્રોમોલ્ડેશન કરવાની અને ડિજિટલ રેવન્યુ રેકોર્ડમાં સુધારો કરાવી લેવા માટેની મુદત સરકાર દ્વારા લંબાવી દેવામાં આવી છે. 🔹ખેતીની જમીનો, ખેડૂત વારસાઇ, હક્ક પ્રમોલગેશન, હક્ક પત્રક નોંધો, લેન્ડ રેવન્યુ રેકોર્ડ સહિતના દસ્તાવેજી કાગળોનું આધુનિક ટેકનોલોજી પ્રમાણે ઓનલાઈન રેકોર્ડ તૈયાર કરવાની કામગીરી ૨૦૧૬થી ચાલુ કરવામાં આવી હતી. 🔹 જૂન મહિનામાં ઠરાવ કરીને આ મુદ્દત લંબાવવાનો નિર્ણય કર્યો છે. કોરોનાને કારણે જૂન પછી પણ બરાબર કામગીરી ન થઈ હોય તો તે કામગીરી થઈ જાય તે માટે ૩૦મી સપ્ટેમ્બર સુધીની મહેતલ આપવામાં આવી છે. 🔹આ અગાઉ ૧૯૫૪-૫૫ અને ૧૯૮૫-૮૬ માં પ્રોમોલ્ટેશન કરવામાં આવેલ હતુ. છેલ્લે ૨૦૧૬-૧૭થી નવેસરથી સરવે કરવાની અને પ્રોમોલ્ટેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે ખરીદ વેચાણ સમયે કે વારસાઇ નોંધ કરાવવા સમયે ખેડૂતો રેવન્યુ રેકોર્ડ મેળવતા હોય છે. તે સિવાયના સમયમાં ખેડૂતો જુના રેકોર્ડ પર ભરોસો રાખતા હોય છે, નવા અધિનિયમ લાગુ કરીને ઓનલાઇન પ્રસિદ્ધિ આપી અમલવારી કરે છે. જેથી મોટાભાગના ખેડૂતોને સરકારી યોજનાઓની જાણકારી હોતી નથી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
16
અન્ય લેખો