AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો હવે 6000 ની સાથે મેળવો 3000, જાણો સંપૂર્ણ સમાચાર !
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ખેડૂતો હવે 6000 ની સાથે મેળવો 3000, જાણો સંપૂર્ણ સમાચાર !
👨🏼‍🌾 પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયા સાથે, હવે દર મહિને 3,000 રૂપિયા મળશે. આમાં તમારે અલગથી કોઈ ખાસ દસ્તાવેજ પણ આપવા પડશે નહીં. કેવી રીતે મેળવશો લાભ : 📢 પીએમ કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને પેન્શન આપવામાં આવે છે. આ અંતર્ગત ખેડૂતોને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયા એટલે કે વાર્ષિક 36000 રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવે છે. ક્યાં ડોક્યુમેન્ટન છે જરૂરી : ✔ આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો ✔ જો તમે પીએમ કિસાનનો લાભ લઈ રહ્યા છો, તો તમારે આ માટે કોઈ વધારાના દસ્તાવેજ જમા કરાવવાની જરૂર નથી. કોણ કરી શકે છે અરજી : ✔ 18 વર્ષથી 40 વર્ષ સુધીના ખેડૂતો આમાં રોકાણ કરી શકે છે. ✔ આમાં, રોકાણની રકમ વય અનુસાર નક્કી કરવામાં આવી છે. કોને મળશે લાભ : ✔ ખેતીલાયક જમીન વધુમાં વધુ 2 હેક્ટર સુધીની હોવી જોઈએ. ✔ આમાં, ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધીના ખેડૂતોએ ઉંમરના આધારે માસિક રૂ. 55 થી રૂ. 200નું રોકાણ કરવું પડશે. ✔ 18 વર્ષની ઉંમરે જોડાનાર ખેડૂતોએ 55 રૂપિયાનું માસિક યોગદાન ચૂકવવું પડશે. ✔ જો ખેડૂતની ઉંમર 30 વર્ષ છે, તો તેણે 110 રૂપિયા જમા કરાવવા પડશે. ✔ જો તમે 40 વર્ષની ઉંમરે જોડાઓ છો, તો તમારે દર મહિને 200 રૂપિયા જમા કરાવવા પડશે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
4
અન્ય લેખો