ખેડૂતો હવે ખેતીમાં ડ્રોનનો ઉપયોગ કરી શકશે !
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ખેડૂતો હવે ખેતીમાં ડ્રોનનો ઉપયોગ કરી શકશે !
🛸 દેશના ખેડૂતો હવે ખેતીમાં ડ્રોનનો ઉપયોગ કરી શકશે. આ સંદર્ભમાં, કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ સમય ૧૮ એપ્રિલ ૨૦૨૨ થી ગણવામાં આવશે. આ વર્ષે ફેબ્રુવારી માં બજેટ દરમિયાન, કેન્દ્ર સરકારે કૃષિમાં ડ્રોનને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી. જે બાદ કેન્દ્ર સરકાર દ્વારા તેના ઉપયોગ માટે ૧૮ એપ્રિલે મંજૂરી આપવામાં આવી છે. 🛸 કૃષિમાં ડ્રોનના ઉપયોગને વચગાળાની મંજૂરી આપવાની સાથે સરકારે તેના ઉપયોગ અંગે એસઓપી પણ જાહેર કરી છે. કૃષિ વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ડ્રોન વડે જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે વચગાળાની મંજૂરી આપવામાં આવી છે. જે અંતરગર્ત ખેડૂતો ડ્રોનની અસરકારક અને સુરક્ષિત કામગીરી દ્વારા ખેતરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી શકશે.ઉપરાંત, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે કહ્યું છે કે તે આ ક્ષેત્રના તમામ હિતધારકો સાથે ચર્ચા કર્યા પછી ડ્રોન ઓપરેશન અંગે એસઓપી લાવ્યા છે. 🛸 આ જંતુનાશક ફોર્મ્યુલેશન, જેને વચગાળાની મંજૂરી આપવામાં આવી છે, જેની સલામતી અને અસરકારકતાનું મૂલ્યાંકન પેહલાથી જ વિવિધ પાકો પર કરવામાં આવ્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર, ડ્રોનનો ઉપયગો કરીને જંતુનાશકનો ઉપયોગ ખેડૂતો માટે અસરકારક રીતે જંતુઓથી છોડને સુરક્ષિત કરવામાં સરળ બનાવશે અને ઓછા ખર્ચે તેમની અવાક વધારવામાં પણ મદદ કરશે. 🛸 કૃષિમાં ડ્રોનના ઉપયોગની મંજૂરી બાદ હવે ડ્રોન અન્ય કૃષિ સાધનોની સાથે કસ્ટમ હાયરિંગ સેન્ટરમાં પણ જોડાશે. મૂળભૂત રીત, સીએચસી એ એવા કેનરો છે જ્યાં ખેડૂતોને ખુબ જ ઓછા ભાડે તમામ કૃષિ સાધનો ઉપલબ્દ છે. આ કેન્દ્રોમાં કૃષિ સાધનો ખરીદવા માટે કેન્દ્ર સરકાર ગ્રાન્ટ આપે છે. અહીંથી ખેડૂતો પોતાની સુવિધા અનુસાર આ કરુઢી સાધનો લઇ શકે છે. જેના માટે તેમને નજીવું ભાડું ચૂકવવું પડે છે. આ મંજૂરી બાદ ડ્રોન પણ સીએચસીમાં જોડાશે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
42
6
અન્ય લેખો