AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો સારા ભાવ મેળવવા માટે વાવણી સમયે જ પુટ ઓપ્શન દ્વારા સોદો કરી રહ્યા છે !
કૃષિ વાર્તાદિવ્યભાસ્કર
ખેડૂતો સારા ભાવ મેળવવા માટે વાવણી સમયે જ પુટ ઓપ્શન દ્વારા સોદો કરી રહ્યા છે !
કૃષિ ઉત્પાદનોના ડેરેવેટિવ્ઝ સોદાઓમાં તેજી જોવા મળી છે. હવે ખેડૂતો વાવેતર દરમિયાન જ પાકનો ભાવ નક્કી કરી ઓપ્શન સોદાનો લાભ લઈ રહ્યા છે. ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (એફપીઓ) દ્રારા ખાસ ઓપ્શન્સ ફેમિલિરાઈઝેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. જેની મદદથી ખેડૂતો પાકની યિલ્ડમાં વધારો કરવા વધુ ફોકસ તેમજ ભાવના જોખમની જાળવણી કરતી ટેક્નિક શીખી રહ્યા છે. પ્રોગ્રામ અન્ય કૃષિ પાકોના કોન્ટ્રાક્ટ સોદામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરશે. પ્રોગ્રામની સ્થાપના નવેમ્બર, 2020માં એનસીડીઈએક્સ દ્રારા કરવામાં આવી હતી. જેમાં એનસીડીઈએક્સના સભ્યો સાથે ગ્રાહકો તરીકે એફપીઓ રજિસ્ટ્રેશન કરી શકશે. જેમાં માન્ય સભ્ય પુટ- ઓપ્શનના સોદા કરવા સક્ષમ બન્યો છે. જેમાં ચણા અને રાયડાના ભાવ લોક ઈન કરવાની સુવિધા પ્રદાન કરાશે. જેની મદદથી ખેડૂતો અને એફપીઓ ભાવ સામેનુ જોખમ મેનેજ કરી શકશે. એનસીડીઈએક્સ દ્રારા માર્કેટ રેગ્યુલેટર સેબી દ્રારા વસૂલાતી રેગ્યુલેટરી ફી સિવાય ક્વિન્ટલદીઠ રૂ. 300 સુધીના પ્રિમિયમમાં પુટ-ઓપ્શનની ખરીદી કરવામાં આવશે. 40 એફપીઓથી વધુ લોકો આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. તેમજ ખેડૂતો દ્રારા 1030 મેટ્રિક ટન ચણા, 1980 મેટ્રિક ટન રાયડાના વેચાણ માટે પુટ-ઓપ્શન સોદાઓ કર્યા હતા. જેમાં પુટ ઓપ્શનની ખરીદીના પ્રિમિયમ કોસ્ટના રૂ. 80 લાખથી વધુની સબસિડી મળી હતી. ભાવ તેમજ પાકના ઉત્પાદન પર ખેડૂતોને વાજબી ભાવ મેળવવામા મદદરૂપ બન્યુ છે. ઉત્પાદન ખર્ચ સામે પુટ-ઓપ્શનના ભાવ વધુ ખેડૂત અને એફપીઓ ભાવમાં ઘટાડાનુ જોખમ દૂર કરવા માટે પુટ ઓપ્શન ખરીદી રહ્યા છે. જે ભાવમાં વૃદ્ધિ માટે મદદરૂપ બને છે. ચણા અને રાયડાની પુટ-ઓપ્શન ખરીદી માટે પ્રિમિયમની ચૂકવણી તેમજ રેગ્યુલેટરી ફીમાં માફી મળતાં તદ્દત ખર્ચમુક્ત સોદાઓ થઈ રહ્યા છે. પુટ ઓપ્શન ખરીદીની સ્ટ્રાઈક પ્રાઈસ મારફત લઘુત્તમ ભાવો સુનિશ્ચિત થતાં ખેડૂતો પાકના ઉત્પાદન વધારવા પર વધુ ફોકસ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એફપીઓ દ્રારા લોક કરવામાં આવતાં લઘુત્તમ ભાવો ઉત્પાદન ખર્ચ કરતાં વધુ રહ્યા હતા. પુટ ઓપ્શન દ્રારા ભાવ સુરક્ષિત રાખવા ઉપરાંત એફપીઓને બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી વાજબી દરે લોન મેળવવા સક્ષમ બનાવ્યા છે. 15 કરોડના ઉત્પાદનનુ હેજિંગ થવાનો આશાવાદ વાવેતર અને વાવણી દરમિયાન 15 કરોડના ઉત્પાદનનુ હેજિંગ થઈ શકે છે. ખેડૂતો અને એફપીઓને કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ પર સોદાઓ માટે પ્રોત્સાહિત કરવા સેબીએ રેગ્યુલેટરી ફીમાં માફી આપવા નિર્ણય લીધો હતો. ઉપરાંત ક્લિનિંગ, એસેસિંગ, ડ્રાઈંગ પર લાગતા ચાર્જ, મંડી ટેક્સની ચૂકવણીમાં ખેડૂતો અને એફપીઓને રાહત આપી છે. કોમોડિટીના ઓપ્શન કોન્ટ્રાક્ટમાં તેમના ભાગીદારી મુજબ પુટ ઓપ્શન પ્રિમિયમ માટે પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. 👉 સંદર્ભ : દિવ્ય ભાસ્કર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો
13
6
અન્ય લેખો