સમાચારએગ્રોસ્ટાર
ખેડૂતો સરળ રીતે કરી શકશે ઇ-કેવાયસી!
💰પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો થોડા અઠવાડિયામાં બહાર પાડવામાં આવી શકે છે, જે અંતર્ગત ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.
💰પીએમ કિસાન યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.
💰પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો જાહેર થાય તે પહેલા તમામ ખેડૂતોને ઈ-કેવાયસી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.
💰ઇ-કેવાયસી કર્યા વિના ખેડૂતોને આ યોજનાનો લાભ નહીં મળે. બધા ખેડૂતો સરળતાથી ઘરે બેઠા તેમના ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે છે.
💰સૌ પ્રથમ ખેડૂતો pmkisan.gov.in પર જઈને મોબાઈલ OTP દ્વારા તેમનું ઈ-કેવાયસી કરાવી શકે છે. આ સિવાય તેને ડિજિટલ સર્વિસ પોર્ટલ CSC દ્વારા પણ પૂર્ણ કરી શકાય છે.
💰ખેડૂતો PM કિસાન મોબાઈલ એપ દ્વારા તેમનું ઈ-કેવાયસી પણ કરી શકે છે. તેમાં ફેસ ઓથેન્ટિકેશન છે.
💰ખેડૂતો તેમના તમામ પ્રશ્નોના જવાબો PM કિસાન એઆઈ ચેટબોટ (કિસાન ઈ-મિત્ર) પરથી પૂછી શકાશે.ત્યાં ઘણી જુદી જુદી ભાષાઓમાં પ્રશ્નો અને જવાબો પણ આપેલા છે.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!