AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર ! આ કાર્ય યોજનાને કેબિનેટની મંજૂરી ! જાણો વિસ્તાર થી !
કૃષિ વાર્તાzeenews
ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર ! આ કાર્ય યોજનાને કેબિનેટની મંજૂરી ! જાણો વિસ્તાર થી !
ગૃહરાજ્યમંત્રી એ કાયાવરોહણ ગામે યોજાયેલી ખેડૂત માર્ગદર્શન સભામાં ખુશીના ખબર આપ્યાં હતા. તેમણે જણાવ્યું કે અસરકારક રજૂઆતોને સંવેદના સાથે ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ગંધારા સુગરમાં અટવાયેલા સભાસદ ખેડૂતોના રૂ.25 કરોડ પરત ચૂકવવાની કાર્ય યોજના કેબિનેટમાં મંજૂર કરી છે. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાએ ગુજરાતના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને અમલમાં મુકવામાં આવી છે. ખેતીમાં નુકશાન સામે એક પણ રૂપિયાનું પ્રીમિયમ ભર્યા વગર વીમા સુરક્ષા જેવા છત્રનો લાભ આપનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે. કૃષિ મહોત્સવ સહિતના આયોજનો દ્વારા ગુજરાતે ખેતીની બાબતમાં પ્રશિક્ષિત ખેડૂતો દ્વારા ઉન્નત ખેતીની દિશા દર્શાવી છે. ગુજરાતે જમીન ચકાસણી શરૂ કરાવી અને ખેડૂતોને પ્રમાણસર પાણી, ખાતર અને બિયારણ વાપરીને વળતર્યુક્ત ખેતીને ઉત્તેજન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, નર્મદા સહિત વિવિધ યોજનાઓના વિનિયોગથી આજે રાજ્યની 75 લાખ હેકટર જમીન સિંચિત થઈ છે. ખેડૂતોની ખાતર વિષયક સમસ્યાઓનું નિવારણ કરવામાં આવ્યું છે. મંત્રીએ જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોના જમીન અધિકારને સુરક્ષિત રાખવા સરકારે એન્ટી લેન્ડ ગ્રેબીંગ એકટ અમલમાં મૂક્યો છે. તેમણે જણાવ્યું કે તાજેતરના વ્યાપક વરસાદથી ખેડૂતોને થયેલા નુકશાનનો સર્વે વડોદરા જિલ્લા પંચાયતે શરૂ કરાવી દીધો છે.
સંદર્ભ : zeenews, 30 ઓગસ્ટ 2020 કૃષિ સમાચાર ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
54
10
અન્ય લેખો