ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાVTV Gujarati News
ખેડૂતો માટે સારા સમાચાર, આ વિસ્તાર ના મળશે ફાયદો !
બનાસકાંઠામાં અને ખાસ કરીને ઉપરવાસમા ચાલુ સાલે ચોમાસામાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં કેટલુ પાણી આવ્યું હતું અને દાંતીવાડા માં ડેમ અત્યારે 591 ફુટ જેટલું પાણી ભરાયેલું છે જેથી સરકારે આ વખતે રવી સીઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું શરૂ કર્યું છે આજથી જ ૨૦૦ કયુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવી રહ્યું છે અને આગામી ફેબ્રુઆરી મહિના સુધીમાં 5 વખત ખેડૂતો ને પિયત માટે પાણી આપવામાં આવશે . જેનો લાભ બનાસકાંઠા અને પાટણના ૧૧૦ જેટલા ગામના ખેડૂતોને મળશે. આજથી 200 ક્યુસેક પાણી છોડાયું ગત વર્ષે દાંતીવાડા ડેમમાં નહિવત જેટલું પાણી હતું જેના કારણે આજુબાજુના વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા ખેતી પાકને નુકસાન થયું હતું. દાંતીવાડા ડેમ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન છે અને આ ડેમમાં પાણી ભરાયેલું હોય તો તેનો લાભ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પણ 150 જેટલા ગામો ને મળી રહે છે ત્યારે આ વર્ષે ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં સારા પાણીની આવક થતાં તેનો લાભ હવે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ૧૧૦ ગામના જેટલા ખેડૂતોને થઇ ગયો છે અને ૧૭ હજાર હેક્ટર જમીનમાં આ દાંતીવાડા ડેમના પાણીથી સિંચાઈ કરી ખેડૂતો તેનો લાભ મેળવી રહ્યા છે જેથી ખેડૂતો ને સિંચાઇ પાણી મળતા ખુશખુશાલ બન્યા છે. સંદર્ભ : VTV Gujarati. આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરી શેર કરો અને આવી જ માહિતી માટે ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
31
5
સંબંધિત લેખ