AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો માટે સરકારનું વધુ એક મોટું એલાન, જાણો શું છે ?
કૃષિ વાર્તાVTV ગુજરાતી
ખેડૂતો માટે સરકારનું વધુ એક મોટું એલાન, જાણો શું છે ?
📍કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નીકનો ઉપયોગ સમયની જરુરીયાત 📍કૃષિ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગ માટે એસઓપી જારી 📍વજનનું વર્ગીકરણ, ઉડાનની પરવાનગી અને અંતર સાથે જોડાયેલા પ્રતિબંધનો ઉલ્લેખ 📍કૃષિ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગ માટે એસઓપી જારી 💠 કેન્દ્રીય મંત્રી તોમરે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નીકનો ઉપયોગ સમયની જરુરીયાત છે અને આનાથી ખેડૂતોને ફાયદો થશે. એસઓપી જારી કરતા તોમરે કહ્યું કે 2014માં સરકારની નીતિઓ 2022 સુધી ખેડુતોની આવક બે ગણી કરવા પર કેન્દ્રિત છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ મંગળવારે કૃષિ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગ માટે એસઓપી જારી કરી છે. આ અંતર્ગત ડ્રોનથી કિટનાશકો તથા જમીન તથા પાક સાથે જોડાયેલ દવાનો છંટકાવ કરી શકાશે. 💠 કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નીકનો ઉપયોગ સમયની જરુરીયાત: કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નીકના ઉપયોગ સમયની જરુરીયાત છે અને તેનાથી ખેડૂતોને ફાયદો થશે. એસઓપી જારી કરતા 2014માં સરકારની નીતિઓ 2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરવા પર કેન્દ્રિત છે. 💠 નાના ખેડૂતોના જીવનમાં ક્રાંતિકારી ફેરફાર આવશે: ખેડૂત ઉત્પાદક સંગઠન તથા કૃષિ અવસંરચના ફંડના નાના ખેડૂતોના જીવનમાં ક્રાંતિકારી ફેરફાર આવશે. તેમણે કહ્યું કે દેશમાં પહેલી વાર ટિડ્ડી દળના હુમલાથી બચવા માટે ડ્રોનનો ઉપયોગ થયો હતો. સરકાર કૃષિ ક્ષેત્રમાં સતત નવી ટેક્નિક લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી આ વિસ્તારની ઉત્પાદક્તા અને દક્ષતા બન્ને વધી શકે છે. 💠 વજનનું વર્ગીકરણ, ઉડાનની પરવાનગી અને અંતર સાથે જોડાયેલા પ્રતિબંધનો ઉલ્લેખ: કીટનાશક છંટકાવ માટે ડ્રોનની એસઓપીમાં જરુરી કાયદાની ઉપાય, ઉડાનની પરવાનહી, અંતર સાથે જોડાયેલા પ્રતિબંધ, વજનનું વર્ગીકરણ, વધારે વસ્તી વાલા વિસ્તારમાં પ્રતિબંધ, ડ્રોનનું રજિસ્ટ્રેશન, સુરક્ષા વિમા, પાયલટનું પ્રમાણ પત્ર, પરિચાલન યોજના, ઉડાન ક્ષેત્ર, હવામાનની સ્થિતિ અને પરિચાલનની પહેલ, મધ્ય અને બાદની સ્થિતિ માટે એસઓપી જેવી મહત્વપૂર્ણ વસ્તુઓ સાથે જોડવામાં આવશે. મંત્રાલયના તમામ ભાગીદારોની વાત કરીએ તો કૃષિ વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ પર એસઓપી તૈયાર કરાયી. સંદર્ભ : VTV ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
15
7