AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો માટે વધુ એક સહાય, મળશે 50% સબસીડી, જાણો આ યોજના સવિસ્તાર !
યોજના અને સબસીડીન્યૂઝ18 ગુજરાતી
ખેડૂતો માટે વધુ એક સહાય, મળશે 50% સબસીડી, જાણો આ યોજના સવિસ્તાર !
👉 ખેડૂતોને કૃષિ કામ માટે અનેક પ્રકારના મશીનોની જરૂર પડતી હોય છે. આ જરૂરિયાતોમાં ખેડૂતો માટે ટ્રેક્ટર ખૂબ જરૂરી હિસ્સો છે. ટ્રેક્ટરથી ખેડૂત વાવણીથી લઈને કાપી સુધી અનેક કામો કરે છે. જોકે, ભારતમાં અનેક ખેડૂતો એવા છે, જેઓ આર્થિક તંગીને કારણે ટ્રક્ટર વસાવી નથી શકતા. 👉 ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકારે ટ્રેક્ટર ખરીદવા પર સબ્સિડી આપવાની યોજના શરૂ કરી છે. 50 ટકા મળે છે સબ્સિડી- 👉 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે કેન્દ્ર સરકાર સબ્સિડી પૂરી પાડે છે. તેના માટે સૌથી સારી વાત એ છે કે ખેડૂત કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર ખરીદી શકે છે અને તે પણ અડધી કિંમત પર. બાકીના અડધા પૈસા સરકાર સબ્સિડી તરીકે આપે છે. અનેક રાજ્ય સરકારો ખેડૂતોને પોતપોતાના સ્તરે 20થી 50 ટકા સુધી સબ્સિડી પૂરી પાડે છે. ગુજરાત માં ikhedut પોર્ટલ પર આવી યોજના ના ફોર્મ સમયે સમયે ખેડૂતો પાસેથી મંગાવામાં આવે છે. કેવી રીતે ઉઠાવશો લાભ- 👉 સરકારી એ જ ખેડૂતોને સબ્સિડી આપે છે જેઓ એક ટ્રેક્ટર ખરીદે છે. એટલે કે એક ટ્રેક્ટર ખરીદવા પર સબ્સિડી મળશે. તેના માટે ખેડૂતની પાસે આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજ, બેંકની ડિટેલ, પાસપોર્ટ સાઇઝ ફોટોની જરુર પડશે. 👉 આ યોજના હેઠળ ખેડૂત કોઈ પણ નજીકના CSC સેન્ટર પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ન્યુઝ 18 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
138
34
અન્ય લેખો