મોન્સૂન સમાચારVTV ગુજરાતી
ખેડૂતો માટે રાહત ના સમાચાર, જલ્દી જ વરસી શકે છે મેહુલો !
👉 હવામાન વિભાગે ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી છે. રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. મહત્વનું છે કે ગુજરાતમાં હજુ પણ સારા વરસાતની ઘટ જોવા મળી રહી છે જેને લઈ વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ વરસાદ ની શક્યતા નથી : 👉 જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં 51.63 ટકા વરસાદ પડી ચુક્યો છે. જયારે સિઝનનો કુલ વરસાદ 36.17 ટકા જેટલો જ નોંધાયો છે. આમ રાજ્યમાં ફરી વરસાદ પાછો ખેંચાઈ જતા ખરીફ પાકને નુક્સાન જવાની ભિતિ સેવાઈ રહી છે. ગઈ કાલે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત દેખાઈ રહી છે. 👉 ગુજરાતના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. પરતું આજે ફરી હવામાનના જમાવ્યું મુજબ ઓગસ્ટના બીજા સપ્તામાં રાજ્યમાં સારો એવો વરસાદ પડે તેવી હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. 👉 વંદે માતરમ સેલ ની એક ઝલક https://youtu.be/dZ1HRZ5PD9A 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
36
3
અન્ય લેખો