AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાNakum Harish
ખેડૂતો માટે મોટી જાહેરાત, પાક ધીરાણ ભરવાની તારીખ માં થયો વધારો !
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના કપરા કાળમાં રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપતો કિસાન હિતકારી નિર્ણય લીધો છે. ખેડૂતો માટે પાક ધિરાણ ભરપાઈ કરવાની મુદત 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. રાજ્યના સહકારી ધિરાણ માળખાના ખેડૂતો માટેના રાજ્ય સરકારના 4 ટકા તેમજ ભારત સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ ગુજરાત સરકાર ચૂકવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંકટના આ સમયે રાજ્યના ધરતી પુત્રોને આર્થિક રાહત આપતો આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે. સીએમ રૂપાણીના આ કૃષિ હિતલક્ષી નિર્ણયના પરિણામે રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો કુલ 16.30 કરોડનો ખર્ચ ભોગવશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
55
15
અન્ય લેખો