AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો માટે મહત્વનો નિર્ણય, સરકારે ડુંગળીના કિલો દીઠ ભાવમાં કર્યો વધારો !
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ખેડૂતો માટે મહત્વનો નિર્ણય, સરકારે ડુંગળીના કિલો દીઠ ભાવમાં કર્યો વધારો !
🧅 મુખ્ચમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી જેમાં ડુંગળી પકવતા લાખો ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કિલોદીઠ 2 રૂપિયાનો વધારો આપવાનો નિર્ણય ગુજરાત સરકારે લીધો છે જેથી અંદાજે 35 હજારથી વધુ ખેડૂત પરિવારને મોટો લાભ મળશે. 🧅 ડુંગળીના ભાવ ઓછા હોવાના કારણે ખેડૂતોને વધુ મુશ્કેલી પડી રહી હતી જેથી આ ખેડૂતોને વધુ તકલીફ ન પડે તેણે લીધે વાવેતર માથે ન મળે તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે. 1/4/2020 થી 45 લાખ કટ્ટા એટલે થેલીઓ જે 50 કટ્ટાની હોય છે જે એપીએમસીમાં વેચાણ માટે આવતી હોય છે. કિલો દીઠ 2 રૂપિયા એટલે કે એક કટ્ટા દીઠ 100 રૂપિયા જેટલો વધારો આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેના લાભથી ખેડૂતોને ઘણી રાહત થશે. 🧅ચાલુ વર્ષે ડુંગળીનું ઉત્પાદન વધતા બજારમાં તેની આવક સમયે ભાવ શરૂઆતથી જ ગત વર્ષ કરતાં નીચા રહ્યા છે તેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે. રાજ્યમાં તા. ૧ એપ્રિલ-૨૦૨૨ થી તા. ૩૦ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં અંદાજે ૪૫ લાખ કટ્ટા (૫૦ કિલોના) વેચાણ માટે APMC ખાતે આવવાની સંભાવના છે ત્યારે ૨૨૫૦ લાખ કિલોના રૂપિયા બે લેખે ૪૫ કરોડ જેટલી સહાય ચૂકવાશે.ડુંગળી પક્વતા ખેડૂતોને પાકના વ્યાજબી ભાવ ન મળતા ઘણા સમયથી તેઓ ભાવ વધારાની માંગ કરી રહ્યા હતા અનેક રજૂઆતો બાદ રાજ્ય સરકારે આ પાક લેતા 35 હજાર ખેડૂતો માટે કિલો દીઠ 2 રૂપિયાનો ભાવ વધારાનો આદેશ સંબંધિત તમામ એપીએમસીને કરી દીધો છે. 🧅 1-1-2016 થી કોલેજ અધ્યાપકના સ્થગિત પ્રમોશ પુનઃ સ્થાપિત કરાશે. તો બીજી તરફ કેબિનેટ બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની મીટિંગમાં અધ્યાપકના અલગ અલગ મંડળોના પડતર પ્રશ્નો નિરાકરણ લાવવામાં આવ્યું છે, આ સાથે 1-2-2019 ના ઠરાવની શરત 8 પણ દૂર કરવામાં આવી છે. આ નિર્ણયના કારણે લગભગ 3500 પ્રાધ્યાપકોને આર્થિક તથા વ્યવસાયિક તકલીફો દુર થશે તેમજ છેલ્લા 6 વર્ષથી અટકેલા પ્રમોશનો તાત્કાલિક મળશે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
3
0
અન્ય લેખો