AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો માટે ફાયદા ની વાત, જાણો ફટાફટ !
કૃષિ વાર્તાTV9 ગુજરાતી
ખેડૂતો માટે ફાયદા ની વાત, જાણો ફટાફટ !
🥜 ખેડૂતો પણ ખેતીમાં અવનવા સંશોધન કરતા રહે છે. જૂનાગઢ કેન્દ્રીય કૃષિ મગફળી સંશોધન દ્વારા ગિરનાર 4 અને ગિરનાર 5ની શોધ કરવામાં આવી હતી. 🥜 જૂનાગઢ કેન્દ્રીય કૃષિ મગફળી સંશોધન દ્વારા નવી મગફળી બિયારણની જાતનું સંશોધન કરવામાં આવ્યું હતું. 2011થી આ બિયારણનું સંશોધન કરવામાં આવતું હતું. કેન્દ્ર સરકારે 2020માં આ સંશોધનને મંજૂરી આપી હતી. જૂનાગઢ કેન્દ્રીય કૃષિ મગફળી સંશોધન દ્વારા નવી મગફળી બિયારણની જાત ગિરનાર 4 અને ગિરનાર 5ની શોધ કરવામાં આવી હતી. ગિરનાર 4 અને ગિરનાર 5 મગફળીનું પરીક્ષણ 2011થી ચાલી રહ્યું હતું. આ બાદ 2019માં આ બિયારણને કેન્દ્ર સરકારની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. આ બાદ કેન્દ્ર સરકાર દ્વારા 2020માં 👉આ બિયારણને મંજૂરી આપી હતી. આ બાદ દેશના છ રાજ્યોમાં બિયારણ ટ્રાયલ માટે મોકલવાની મંજૂરી આપવામાં આવી હતી. 👉આ ટ્રાયલમાં સફળતા મળતા આગામી દિવસોમાં ખેડૂતોને નવી મગફળીનું બિયારણ મળશે. આ મગફળી સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે. 👉ગિરનાર 4 અને ગિરનાર 5 નામના મગફળીની ખાસ ખાસિયત એ છે કે આ મગફળીમાં ઓલિક એસિડ 80 ટકા છે. સામાન્ય મગફળીમાં ઓલિક એસિડ 40 ટકા છે. 👉ગિરનાર 4 અને ગિરનાર 5 મગફળીનું તેલ ખાવામાં આવે તો કોલેસ્ટ્રોલ શરીરમાંથી ઘટાડી દે છે. આ મગફળીનું તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક માનવામાં આવે છે. આ મગફળીના બિયારણમાં ઓલિક એસિડ અને લીલોનીક એસિડનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. તેને લઈ આ મગફળી બિયારણને તમે લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવે તો બગડવાની શકયતા ઓછી રહે છે. આ મગફળીથી વિદેશ એક્સપોર્ટનું પ્રમાણ પણ વધારી શકાય છે. આ મગફળી માર્કેટ માં આવવાથી ભારત દેશમાં ડિમાન્ડ વધશે અને વધુ નિકાસ કરી શકાશે. ખેડૂતો વધુ આ મગફળીનું ઉત્પાદન કરશે અને વધુ ભાવ મળશે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય ડિમાન્ડ પણ વધશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV 9 ગુજરાતી આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
20
10
અન્ય લેખો