હવામાન ની જાણકારીVTV ગુજરાતી
ખેડૂતો માટે ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી !
🌦️ગુજરાતમાં ફરી માવઠાની આગાહી: રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે. 21 અને 22 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ વરસશે.જો કે, આ દરમિયાન તાપમાનમાં કોઈ ખાસ ફેર નહીં પડે ત્યારબાદ ત્રણ દિવસ પછી રાજ્યના તાપમાનમાં વધારો થશે.
❄️વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મવઠાની સંભાવના: હવામાન વિભાગ મુજબ, ઉત્તર ગુજરાતમાં આગામી 72 કલાક સુધી ઠંડીની આ સ્થિતિ હજુ યથાવત રહી શકે છે. બીજી બાજુ તા.21 જાન્યુઆરીએ ઉત્તર-પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. જેના કારણે રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ રચાય તેવી પ્રબળ શક્યતા છે.
❄️જેને લઈને આગામી 21મીથી ઉત્તર ગુજરાત વાદળછાયું બનશે અને 22મીથી વધુ એક વખત કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. ઉલ્લેખનિય છે કે, આ સાથે ઉત્તર ગુજરાતમાં જાન્યુઆરીમાં બીજી વાર અને શિયાળુ સિઝનમાં 5મી વાર માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે
🌦️આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાનમાં નજીવો વધારો થશે: બીજી તરફ મંગળવારે અમદાવાદ સહિત રાજ્યભરમાં ફૂલ ગુલાબી ઠંડી સાથે ધુમ્મસ જોવા મળ્યું હતું. મહત્વનું છે કે, ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષાથી હજી આગામી થોડા દિવસ ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગના મતે ઉત્તર-પૂર્વ દિશાનો પવન ફૂંકાવાને કારણે આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર રહેશે. તો કચ્છમાં શીત લહેરની અસર જોવા મળી રહી છે.
સંદર્ભ : VTV ગુજરાતી,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.