AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો માટે ની ખાસ યોજના મુખ્યમંત્રી કિસાન સહાય યોજના !
કૃષિ વાર્તાકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર
ખેડૂતો માટે ની ખાસ યોજના મુખ્યમંત્રી કિસાન સહાય યોજના !
👩‍🌾 "મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” તા.૧૦/૮/૨૦૨૦ ના ઠરાવ મુજબ અમલમાં મુકાયેલ છે. ખેડુતો દ્વારા કોઈ નાણાંકીય હિસ્સો આપવાનો થતો નથી અને યોજના અંતર્ગત રાજ્યના તમામ ખરીફ પાકને આવરી લેવાયેલ છે. યોજના હેઠળ ત્રણ જોખમોનો સમાવેશ થયેલ છે. 1. અનાવૃષ્ટિ (દુષ્કાળ), 2. અતિવૃષ્ટિ અને 3. કમોસમી વરસાદ (માવઠું) 👩‍🌾 સમગ્ર રાજ્યમાં રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલા તમામ ૮-અ ધારક ખેડૂત ખાતેદાર તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળના સનદ ધારક ખેડુત લાભાર્થી ગણાશે. 👩‍🌾 ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૩૩% થી ૬૦% માટે ₹૨૦૦૦૦/- પ્રતિ હેક્ટર અને ૬૦% થી વધુ પાક નુકશાન માટે ₹૨૫૦૦૦/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટર ની મર્યાદામાં મળવાપાત્ર થશે 👩‍🌾 આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસડીઆરએફ યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ અલગથી મળવાપાત્ર થશે. 👩‍🌾 મંજુર થયેલ સહાય લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવવામાં આવશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
51
5
અન્ય લેખો