AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો માટે ટોપ 5 યોજનાઓ,મળે છે દમદાર લાભ !
યોજના અને સબસીડીGSTV
ખેડૂતો માટે ટોપ 5 યોજનાઓ,મળે છે દમદાર લાભ !
ખેડૂતો માટે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી 5 મહત્વની યોજનાઓ વિશે જાણીએ, જે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. ૧. કિસાન ક્રેડિટ કાર્ડ ( KCC ) • આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને સમયસર ટૂંકા ગાળાની લોન આપવાનો છે. તેની શરૂઆત નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) દ્વારા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે પીએમ કિસાન ક્રેડિટ કાર્ડને હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડવામાં આવ્યું છે. ખેડૂતો 4 ટકા વ્યાજ પર KCC થી 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. ૨. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના • વરસાદ, વાવાઝોડું, તોફાન, કરા, ભૂકંપ જેવી કુદરતી આફતોમાં પાકને થયેલા નુકસાનથી ખેડૂતોને રાહત આપવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં પૂર્વ વાવણીથી લઈને લણણી પછીના સમગ્ર પાક ચક્રને આવરી લેવામાં આવ્યું છે, જેમાં નબળી પરિસ્થિતિઓને કારણે અટવાયેલી વાવણી અને મધ્ય લણણીના નુકસાનનો સમાવેશ થાય છે. ( ગુજરાત માં આ યોજના સમકક્ષ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ચાલુ છે ) ૩. પ્રધાનમંત્રી જન ધન યોજના • આ સરકારનો સૌથી મહત્વાકાંક્ષી નાણાકીય કાર્યક્રમ છે. આ અંતર્ગત ગરીબ વ્યક્તિ સરળતાથી પોતાનું બેંક ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતાધારકને કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ મળે છે. આ સિવાય અકસ્માત વીમો પણ તેમાં ઉપલબ્ધ છે. ૪. પીએમ કિસાન સન્માન નિધિ યોજના • આ યોજના હેઠળ, સરકાર 1 વર્ષ દરમિયાન 3 હપ્તામાં 6000 રૂપિયાના નાના ખેડૂતોને મદદ કરે છે. દરેક હપ્તામાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર થાય છે. આ યોજનામાં તમે નજીકની પોસ્ટ ઓફિસના CSC કાઉન્ટર્સ અથવા ઓનલાઇન પર નોંધણી કરાવી શકો છો. ૫. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ • ઉદ્દેશ 2022 સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં વધુને વધુ પરિવારોને પાકું મકાન આપવાનો છે. તે તમામ પરિવારો કે જેમની પાસે ઘર નથી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કચ્ચા અથવા જર્જરિત મકાનોમાં રહે છે તેઓ આ યોજના માટે અરજી કરી શકે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો
53
7