AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો માટે ઝૂમ ખેતી છે લોટરી સમાન!
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ખેડૂતો માટે ઝૂમ ખેતી છે લોટરી સમાન!
☀️દુનિયાના દેશોની સરખામણીમાં ભારતમાં વધુ ખેતી કરવામાં આવે છે. ટકાવારીની વાત કરવામાં આવે તો ભારતની લગભગ 60 ટકાથી વધુ વસ્તી ખેતીવાડી પર નિર્ભર છે. એટલું જ નહીં ભારતની ખેતીવાડી અને ખેતપેદાશોને કારણે અન્ય ઉદ્યોગોને મોટો લાભ થાય છે. ભારતના ઘણાં ઉત્પાદનો વિદેશોમાં નિકાસ થાય છે. કૃષિમાં ટકી રહેવા માટે અને સારી કમાણી કરવા માટે અવનવા પ્રયોગો કરવામાં આવતા હોય છે. આવો જ એક પ્રયોગ એટલે ઝૂમ ખેતી. ☀️ઝૂમ પદ્ધતિ એ જૂની ખેતીનો જ એક પ્રકાર છે જે આજકાલ ખુબ ચર્ચામાં આવી ગયો છે. જોકે ઘણાં ઓછા લોકોને આ ખેતી વિશે જાણકારી છે. ત્યારે અમે તમારા માટે લઈને આવ્યાં છીએ ખાસ જાણકારી. કઈ રીતે તમે ઝૂમ ખેતી કરીને કરી શકો છો તગડી કમાણી, એ પણ ઓછી મહેનતમાં એ વાત જાણી લેવાની જરૂર છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતો આ ખેતી કરીને સારી એવી કમાણી કરી શકે છે. કયા-કયા પાક ઝૂમ ખેતીથી થઈ શકે છે? ☀️લગભગ તમામ પાક ઝૂમ ખેતીથી ઉગાડી શકાય છે. ખાસ તેની માવજતનું ધ્યાન રાખવાનું હોય છે. જોકે, તેમ છતાં ઝૂમ ખેતી કરતા ખેડૂતોમાં મકાઈ, મરચા અને શાકભાજીનો પાક ફેવરિટ છે. કારણકે, આ પાકમાં ઓછી મહેનતમાં વધુ કમાણી થઈ રહી છે. આ પદ્ધતિમાં મોટાભાગે શાકભાજી અને ટૂંકા ગાળાના પાકને મહત્વ આપવામાં આવે છે. પાકમાંથી બચેલા અવશેષો અને જમીનમાં ઉગેલા નીંદણને જમીનમાં છોડવામાં આવે છે જે આગામી પાક માટે ખાતર તરીકે કામ કરે છે. કઈ રીતે કરવામાં આવે છે ઝૂમ ખેતી? ☀️ઝૂમ ખેતી સંપૂર્ણપણે પ્રકૃતિ પર નિર્ભર છે. હવે આ જમીન પર ફરીથી વૃક્ષો અને છોડ ઉગે છે અને પછી જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે, પરંતુ આ માત્ર થોડા વર્ષો માટે જ થાય છે. આ રીતે, તે એક શિફ્ટિંગ એગ્રીકલ્ચર છે જેમાં થોડા સમય પછી ક્ષેત્ર બદલવું પડે છે. ઝૂમ ખેતી અંગે રોચક વાતોઃ ☀️ઝૂમની ખેતી માટે ખેડૂત માત્ર જમીનને થોડી ખેડીને બીજ નું વાવેતર કરે છે. ઝુમની ખેતીમાં ચોખા એ મુખ્ય પાક છે. એટલું જ નહીં આ ખેતીમાં અન્ય પાકો પણ લેવામાં આવે છે. જેમ કે- ખાદ્ય પાક, રોકડિયા પાક, વૃક્ષારોપણ, બાગાયતી પાક વગેરે. ઝૂમની ખેતી કરવા માટે ખેડૂતો તેમના પાકની લણણી કર્યા પછી થોડા વર્ષો સુધી તેમના ખેતરોને ખાલી છોડી દે છે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ..
7
0
અન્ય લેખો