હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
ખેડૂતો માટે ગોલ્ડન પીરિયડ બનશે આ મહિનો!
⛈️જગતના તાત માટે આવી ગઈ છે સૌથી મોટી ખુશખબરી. આ વખતે દર વખતની સરખામણીએ ચોમાસુ વહેલુ શરૂ થઈ રહ્યું છે. જેને કારણે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના ખેડૂતોને આ વખતે લોટરી લાગશે, કારણકે, વહેલું શરૂ થઈ જવાનું છે ચોમાસું.
ચોમાસું વહેલું આવવાનું શું કારણ?
⛈️નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હિંદ મહાસાગરના ડીપોલ અને લા નીનાની સ્થિતિ એક સાથે સક્રિય થવાને કારણે આ વર્ષે ચોમાસું વહેલું આવી શકે છે.ચોમાસાની પૃષ્ઠભૂમિ સામે આ ઘટનાઓનું એક સાથે અસ્તિત્વ સૂચવે છે કે આ પરિબળો સામાન્ય રીતે જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન અનુભવાતી ચોમાસાની આત્યંતિક સ્થિતિને વધુ તીવ્ર બનાવી શકે છે.
આ વખતે કેવો પડશે વરસાદ?
⛈️ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતો માટે સૌથી મોટા અને સારા સમાચાર આવી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે આગાહી આપી છે કે આ વર્ષે ચોમાસું નિયમિત અને સૌથી સારું રહેશે. ભારતીય હવામાન વિભાગે આ વખતે સારામાં સારું ચોમાસું રહેવાની આગાહી કરી છે. આ વર્ષે ચોમાસામાં સરેરાશ વરસાદ 104થી 106 અને કોઈ કોઈ રાજ્યમાં સરેરાશ વરસાદ 110 ટકા પડશે. એટલું જ નહીં ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે અનિયમિત નહીં પરંતુ નિયમિત વરસાદ પડશે.
જગતના તાત માટે ગોલ્ડન પીરિયડ બનશે આ મહિનોઃ
⛈️નિષ્ણાતોના મતે આ વર્ષે જૂન મહિનામાં 95 ટકા વરસાદ પડશે. જુલાઈ મહિનામાં 105 ટકા વરસાદ પડશે. ઓગસ્ટ મહિનામાં 98 ટકા વરસાદ પડશે. સપ્ટેમ્બર મહિનામાં 110 ટકા વરસાદ પડશે. વર્ષ 1951થી 2023ના આંકડાઓ પરથી હવામાન વિભાગની આ આગાહી કરી છે. તો ખેડૂતો માટે સારામાં સારા સમાચાર એ છે કે સારો વરસાદ પડવાનો હોવાથી ખેડૂતોનું આ વર્ષ સારું રહેશે.
છેલ્લાં 15 વર્ષનો રેકોર્ડ તોડશે વરસાદઃ
⛈️જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં 104 ટકાથી વધારે વરસાદ પડશે.જો કે સમગ્ર દેશમાં સરેરાશ ચોમાસું સારું રહેવાની આગાહી હોવાથી આ વખતનું ચોમાસું ભારતીય અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. તો કુલ મળીને ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે ચોમાસામાં 104થી 110 ટકા સરેરાશ વરસાદ પડશે. અને ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ વર્ષનું ચોમાસું છેલ્લાં 15 વર્ષના ચોમાસા કરતાં સારું ચોમાસું રહેશે.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!