યોજના અને સબસીડીએગ્રોસ્ટાર ઇન્ડિયા
ખેડૂતો માટે ખુશી ના સમાચાર જલદી ભરી દો ફોમ !!
📢 પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તે ખેડૂતો માટે વધુ ફાયદાકારક છે જેમનો પાક પ્રાકૃતિક આપત્તિના કરણે નષ્ટ થઈ જતો હોય.આ યોજના હેઠળ ખાદ્ય પાક, તેલિબીયા,વાર્ષિક વાણીજ્ય/ વાર્ષિક વાવણીનો પાક કવરેજ કરવામાં આવશે.
📢યોજનાના મુખ્ય આકર્ષણ
ખરીફ પાકો માટે માત્ર 2 % અને રબી પાકો માટે 1.5 %નું એકસમાન પ્રીમિયમની ચૂકવણી કરવી છે.
વાણીજ્ય અને વાવણીના પાકના મામલામાં પ્રીમિયમ 5 % હશે.બાકીના પ્રીમિયમની ચુકવણી સરકાર દ્વારા કરવામાં આવશે.
📢યોજનાનો હેતુ
પ્રાકૃતિક વિપત્તીઓ,કિટાણુ અને રોગોના પરિણામસ્વરૂપ અધિસૂચિત પાકમાંથી કોઈની વિફલતાની સ્થિતિમાં ખેડૂતોને વીમા કવરેજ અને નાણાંકિય સહાયતા પ્રદાન કરવું. કૃષિમાં ખેડૂતોની સતત પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે તેમની આવકને સ્થાયિત્વ આપવું.
📢જોખમનું કવરેજ
૧)વાવણીમાં રોક સંબંધિત જોખમ – વીમાધારક ક્ષેત્રમાં ઓછા વરસાદ અથવા પ્રતિકૂળ વાતાવરણની પરિસ્થિતિઓના કારણે વાવણી / રોપાણમાં અવરોધ થવા પર.
૨)ઉભો પાક – રોકી ન શકાય તેવા જોખમ જેવા કે સુકો, અકાળ, અતિવૃષ્ટિ, પૂર, કીટાણુ અને રોગ, ભૂસ્ખલન આગ- વીજળી, તોફાન, ચક્રવાત, વાવાઝોડું, ટેમ્પેસ્ટ, તોફાન અને બવંડર વગેરે કારણે પાકને નુકસાન થવા પર.
૩)કાપણી ઉપરાંત નુકસાન – પાકની કાપણી બાદ ચક્રવાત, ચક્રવાતી વરસાદ અને માવઠું જેવા વિશિષ્ટ ખતરાઓથી ઉત્પન્ન થયેલ કાપણીથી વધુ બે સપ્તાહની અવધિ માટે કવરેજ ઉપલબ્ધ છે.
📢ક્યા ડોક્યુમેન્ટ્સની છે જરૂરત ?
ખેડૂતનો એક ફોટો, ખેડૂત ID કાર્ડ, એડ્રેસ પ્રૂફ જો ખેતર તમારું પોતાનું હોય તો તેનો ખાતા નંબર પેપર સાથે રાખવો. ખેતરમાં પાકની વાવણી થઈ છે તેની સાબિતી રજૂ કરવાની રહેશે. આ સાબિતી તરીકે ખેડૂતે પટવારી, સરપંચ, પ્રધાન જેવા લોકોના એક પત્ર લખાવી શકે છે. જો ખેતર ભાડે લઈને વાવણી કરવામાં આવી હોય તો ખેતરના માલિક સાથે કરારની કોપી અને ફોટોકોપી જરૂર લઈ જવી. આ સાથે જ ખેતના ખાતા નંબર તરીકે સ્પષ્ટ રીતે લખ્યું હોવું જોઈએ. પાકને નુકસાન થવાની સ્થિતિમાં પૈસા સીધા તમારા બેંક અકાઉન્ટમાં મેળવવા માટે એક રદ્દ ચેક લગાવવો જરૂરી છે.
👉સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.