AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો માટે ખુશખબર: મહીને માત્ર ₹55 ના હપ્તામાં, 60 વર્ષ બાદ મળશે દર મહીને ₹3000 પેન્શન !
યોજના અને સબસીડીન્યૂઝ18 ગુજરાતી
ખેડૂતો માટે ખુશખબર: મહીને માત્ર ₹55 ના હપ્તામાં, 60 વર્ષ બાદ મળશે દર મહીને ₹3000 પેન્શન !
👉 કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક સહાય કરવામ માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. જેમાં મુખ્યત્વે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અને પીએમ કિસાન માનધન યોજના અને પીએમ કિસાન માનધન યોજનાઓનો સમાવેશ થાય છે. જો તમે પણ પીએમ કિસાનના ખાતાધારક છો તો તમે વગર કોઈ કાગળની કાર્યવાહીએ પીએમ કિસાન માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તમને જણાવી દઈએ કે પેન્શન યોજનાના ભાગ રૂપે તેનું અંશદાન એટલે કે રકમ પણ સમ્માન નિધિ યોજનાથી મળનારી રકમમાંથી કાપવામાં આવશે. શું મળશે લાભ : 👉 આ યોજનાથી ખેડૂતને 4 મહિનામાં 2000 જેટલા સામન્ય હપ્તાથી પેન્શન મળશે. આ પેન્શન 60 વર્ષ બાદ દર મહીને 3000 રૂપિયા લેખે મળશે. માનધન યોજના માટે અલગથી ડોક્યુમેન્ટ્સની જરૂર નહીં પડે 👉 આ યોજનાનો લાભ લેવા માટે તમને દસ્તાવેજ કરવાની ચિંતા થતી હશે. પરંતુ તમને જણાવી દઈએ કે પીએમ-કિસાનમાં નોંધણી સમયે તમામ જરૂરી દસ્તાવેજો પહેલાથી સબમિટ કરવામાં આવે છે. અને આ કારણથી પીએમ કિસાન માનધન યોજના માટે કોઈ દસ્તાવેજોની જરૂર નથી. આ વિશે સંપૂર્ણ માહિતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વેબસાઇટ www.pmkisan.gov.in પર ઉપલબ્ધ છે. શું છે ફાયદાઓ 👉 તમને જણાવી દઈએ કે પીએમ-કિસાન યોજના નાના અને સીમાંત ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ ઘણો લાભ મળી શકે છે. યોજનામાં સરકાર ગરીબ ખેડુતોને વર્ષમાં 3 વખત 2,000 રૂપિયા આપે છે. જે સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. કોને નહીં મળે લાભ 👉 જે ખેડૂત પરિવારનો કોઈ સભ્ય ઇન્કમ ટેક્સ ભરે છે તો તેને આ યોજનાનો લાભ મળશે નહીં. આ ઉપરાંત જો કોઈ સરકારી નોકરી કરે છે અથવા સાંસદ કે ધારાસભ્ય છે, તો તે પણ યોજનાનો લાભ મળશે નહીં. વાર્ષિક આપવો પડશે આટલો હપ્તો 👉 કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતો માટે ચાલતી અનેક યોજનાઓ પૈકી એક છે પીએમ કિસાન માનધન. આ અંતર્ગત 60 વર્ષની વય પછી ખેડૂતો માટે પેન્શનની જોગવાઈ કરવામાં આવી છે. 18થી 40 વર્ષની વયે કોઈપણ ખેડૂત આ યોજનામાં ભાગ લઈ શકે છે. આમાં વયના આધારે માસિક ફાળો નક્કી કરવામાં આવે છે. આ બાદ 60 વર્ષની વય પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળશે. આ માટે વયના આધારે દર મહિનાનો હપ્તો 55થી 200 રૂપિયા સુધીનો છે. તમને સરળ શબ્દોમાં કહીએ તો વાર્ષિક 2,400 રૂપિયાથી વધુ અને ઓછામાં ઓછા 660 રૂપિયા ફાળો આપવો પડશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ન્યૂઝ18 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
19
8
અન્ય લેખો