AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો માટે ખુશખબરી : સરકાર આપી રહી છે 4000 !
યોજના અને સબસીડીVTV ન્યૂઝ
ખેડૂતો માટે ખુશખબરી : સરકાર આપી રહી છે 4000 !
ખેડૂતોના અકાઉન્ટમાં સીધા પૈસા મોકલવામાં આવશે 👉 કેન્દ્ર સરકારે ખેડૂતની આવકને બે ગણી કરવાના હેતુથી અનેક યોજનાઓ શરુ કરી છે. તે યોજનાઓમાંથી એક છે પીએમ કિસાન સન્માન નિધિ. સરકારની આ એક એવી યોજના છે કે જેમાં ખેડૂતોના અકાઉન્ટમાં સીધા પૈસા મોકલવામાં આવે છે. ખેડૂત અકાઉન્ટમાં આવનારા વર્ષના 6 હજાર રુપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. સરકાર આ પૈસાને 3 હપ્તે મોકલે છે. એટલે કે દરેક હપ્તો 2 હજાર રુપિયા ટ્રાન્સફર કરે છે. સરકાર તે જ ખેડૂતોના અકાઉન્ટમાં પૈસા મોકલે છે જેમની પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર કૃષિ યોગ્ય જમીન છે. ખાતામાં આવી જશે 4 હજાર રુપિયા : 👉 આ યોજના હેઠળ લાભ મેળવવા ખેડૂતોને રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આ બાદ સીધા બેંકના ખાતામાં પૈસા આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોને 8 હપ્તામાં પૈસા મળી ચૂક્યા છે. કુલ મળીને આ યોજના હેઠળ 9.5 કરોડ ખેડૂતોને 20 હજાર કરોડ અપાઈ ચૂક્યા છે. સરકાર ખેડૂતોને 30 જૂનથી બે ગણો ફાયદો ઉઠાવવાનો મોકો આપી રહી છે. આનાથી એ ફાયદો થશે કે બન્ને હપ્તા એક સાથે ખાતામાં આવશે. આ રીતે ઉઠાવો મોટો ફાયદો : જે ખેડૂતોએ હજું સુધી રજિસ્ટ્રેશન નથી કરાવ્યુ તેમને ડબલ ફાયદો મળી શકે છે. આ માટે 30 જૂન 2021 સુધી રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. હાલ 15 દિવસ બચ્યા છે. 30 જૂન પહેલા રજિસ્ટ્રેશન કરાવવા પર ખેડૂતોને જૂલાઈમાં આઠમો હપ્તો 2000 રુપિયા મોકલવામાં આવશે. રજિસ્ટ્રેશન કરનારનો આ પહેલો હપ્તો હશે. 👉 સૌથી પહેલા PM Kisan સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in/ પર વિઝિટ કરો. 👉 આ બાદ Farmers Corner નામથી એક ઓપ્શન દેખાશે. 👉 એ બાદ તેની નીચે New Farmer Registrationનો વિકલ્પ આવશે. જેના પર ક્લિક કરવાનું છે. 👉 જેનાથી નવું પેજ ખુલશે. જેમાં તમને આધાર નંબર અને કેપચા ભરવાનું કરેશે. 👉 એ બાદ કેટલીક પર્સનલ જાણકારી ભરવાની રહેશે. આધાર વગર રજિસ્ટ્રેશન નહીં થઈ શકે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
24
20
અન્ય લેખો