AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTech Khedut
ખેડૂતો માટે ખાસ યોજના, આ સ્કીમમાં તમારા પૈસા થઈ જશે ડબલ !
• લોકો હમેશા એવી બચત સ્કીમ શોધતા હોય છે જ્યાં પૈસા સુરક્ષિત રહે અને રિટર્ન પણ સારું મળે. આજે અમે તમને એવી જ એક સ્કીમ વિશે જણાવીશું, જેમાં પૈસા સુરક્ષિત રહે છે અને રિટર્ન પણ ડબલ મળે છે. આ છે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર સ્કીમ. શું છે કિસાન વિકાસ પત્ર સ્કીમ • કિસાન વિકાસ પત્ર ભારત સરકારની એક વન ટાઇમ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. જ્યાં એક નિશ્ચિત અવધિમાં તમારા પૈસા ડબલ થઈ જાય છે. આ સ્કીમ દેશના મોટી પોસ્ટ ઓફિસ અને મોટી બેંકોમાં ઉપલબ્ધ છે. આ સ્કીમમાં મેચ્ચોરિટી પીરિયડ 124 મહીનાનો રાખવામાં આવ્યો છે. જેમાં દર મહીને 1000 રૂપિયા ભરી શકાય છે અને1000થી વધારે રૂપિયા ભરવા હોય તો તેના માટે કોઈ લીમિટ પણ રાખવામાં આવી નથી. કિસાન વિકાસ પત્ર યોજના ખાસ કરીને ખેડૂતો માટે રાખવામાં આવી છે. કોણ રોકાણ કરી શકે છે? • કિસાન વિકાસ પત્રમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે 18 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. જેમાં સિંગલ એકાઉન્ટ અને ડબલ એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. આ યોજના નાના બાળકો માટે પણ લાગુ કરવામાં આવી છે. કિસાન વિકાસ પત્ર સ્કીમમાં 1000 થી 50,000 રૂપિયા સુધી ઈન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. વ્યાજદર: • વર્ષ 2021ના પ્રથમ માસમાં વ્યાજ દર 6.9 ટકા નક્કી કરવામાં આવ્યો છે. જે 124 મહીનામાં ડબલ થઈ જશે જો તમે એક મહિનામાં એક લાખ રૂપિયા ઈન્વેસ્ટમેન્ટ કરશો તો મેચ્યોરિટી પર તમને બે લાખ રૂપિયા મળી શકે છે. જેમાં 124 મહિનાનો મેચ્ચોરિટી પીરિયડ રાખવામાં આવ્યો છે. આ સ્કીમમાં ટીડીએસ કાપવામાં આવતું નથી. દસ્તાવેજો • આધાર કાર્ડ, • પાન કાર્ડ, • ચૂંટણી કાર્ડ, • ડ્રાઈવિંગ લાઈસન્સ, • આ ઉપરાંત જન્મ પ્રમાણપત્રની જરૂર પડતી હોય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : tech khedut, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
1
અન્ય લેખો