ટ્રેક્ટર GSTV
ખેડૂતો માટે આ બેંક આપી રહી છે તત્કાલ લોન સાથે અનેક સુવિધાઓ !
🚜 જો તમે ખેતી કરવા માટે ભાડે ટ્રેક્ટર મેળવીને કંટાળી ગયા પછી નવું ટ્રેક્ટર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમને પૈસાની અછત ચાલી રહી છે, તો આ સમાચાર તમારા માટે છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ખેડૂતો માટે લોનની ખાસ યોજના ‘તત્કાલ ટ્રેક્ટર લોન’ રજૂ કરી છે. આ અંતર્ગત, એસબીઆઈ ટ્રેક્ટર વીમા અને રજીસ્ટ્રેશન ફી સહિત ટ્રેક્ટરની કિંમતના 100% સુધીની લોન પૂરી પાડે છે. 🚜 એસબીઆઈ તત્કાલ ટ્રેક્ટર લોન એગ્રીકલ્ચર ટર્મ લોન છે. ટ્રેક્ટર એસેસરીઝની કિંમત બેંક દ્વારા આપવામાં આવેલી લોનમાં શામેલ કરવામાં આવશે નહીં. સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતો ટ્રેક્ટર લોનમાં લીધેલી રકમ તાત્કાલિક 4 થી 5 વર્ષમાં બેંકને ચૂકવી શકે છે. બેંક દ્વારા ધિરાણ આપવામાં આવેલ ટ્રેક્ટરમાં વીમો પણ સાથે આવશે. ટ્રેક્ટરની કિંમતની 25/40/50 ટકા (ઈન્વોઈસ + ઇન્શ્યોરન્સ + રજીસ્ટ્રેશન) ની રકમ શૂન્ય દરે TDR માં જમા કરાવવી જોઇએ. જણાવી દઈએ કે બેંક દ્વારા ધિરાણ આપવામાં આવેલ ટ્રેક્ટર લોન પરત ન થાય ત્યાં સુધી બેંક સાથે રહેશે, એટલે કે તે એક રીતે ગીરવે રહેશે. ઉપરાંત, માર્જિન મની તરીકે સ્વીકૃત TDR પર બેંકનો અધિકાર રહેશે. કેવી રીતે મળશે લોન ? 🚜 ઓછામાં ઓછી 2 એકર જમીન હોવી જોઈએ. 🚜 તમામ ખેડૂતો આ યોજના હેઠળ બેંકમાં લોન માટે અરજી કરી શકે છે. 🚜 SBI દ્વારા લોનમાં ઉલ્લેખિત સંબંધીઓ જ સહ-અરજદાર બની શકે છે. જરૂરી દસ્તાવેજો : 🚜 લોન માટે અરજી ફોર્મ ભરો. આમાં ટ્રેક્ટરનું મોડલ પણ રજૂ કરો 🚜 ઓળખના પુરાવા તરીકે મતદાર આઈડી, પાન, પાસપોર્ટ, આધાર અથવા ડ્રાઈવિંગ લાયસન્સમાંથી કોઈ એક. 🚜 સરનામાંના પુરાવા માટે મતદાર આઈડી કાર્ડ, પાસપોર્ટ, આધાર કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાઈસન્સમાંથી એક. 🚜 આ સિવાય ખેતીલાયક જમીનના પુરાવા રજૂ કરવા પડશે. 🚜 તેમજ 6 પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે. વિડીયો સંદર્ભ : Tech khedut 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
32
7
અન્ય લેખો