AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે આ ક્રેડિટ કાર્ડ
સમાચારએગ્રોસ્ટાર
ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે આ ક્રેડિટ કાર્ડ
👉ખેડૂતોને સસ્તા દરે લોન મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1998માં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી હતી. જે બાદ તેમાં ઘણી સફળ સ્કીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વર્તમાન સમયે ભારતમાં લગભગ 7 કરોડ ખેડૂતો આ કાર્ડનો લાભ લઈ રહ્યા છે.કિસાન ક્રેડિટ કાર્ડ થકી ખેડૂતો જરૂર હોય, ત્યારે ટૂંકાગાળાની લોન લઈ શકે છે. તેનો હેતુ ખેડૂતો સશક્ત બને તે માટે લોનનો વિશ્વસનીય સ્ત્રોત પૂરો પાડવાનો પણ હતો. આ દરમિયાન વર્ષ 2023 સુધીમાં આ યોજનામાં ઘણા ફેરફાર થઈ ચૂક્યા છે. 👉કિસાન ક્રેડિટ કાર્ડમાં હવે લોનની સાથે અન્ય સુવિધાઓ પણ મળે છે. આ કાર્ડની ઉપયોગ ખાતર, જંતુનાશકો અને મશીનરીની ખરીદી, સિંચાઈ, સંગ્રહ અને માર્કેટિંગના ખર્ચ માટે કરવામાં આવતો હોય છે. અત્યાર સુધીમાં કરોડો ખેડૂતોએ આ કાર્ડનો લાભ લીધો છે. 👉કઈ રીતે થઈ શકે છે ઉપયોગ? કોમર્શિયલ બેંકો, સહકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો સહિત વિવિધ નાણાંકીય સંસ્થાઓ દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. તેમાં ખેતીની જરૂરિયાત માટે ફ્લેક્સિબલ લોન આપવામાં આવે છે. ખેડૂતો માટે આ કાર્ડ એક રીતે સિંગલ વિન્ડો પદ્ધતિ છે. જેના ક્રેડિટ કાર્ડ થકી ઋણ લેવા માટે ડોક્યુમેન્ટ પ્રોસેસની જરૂર પડતી નથી.આ કાર્ડ મેળવવા માટે તમારે સ્થાનિક કોમર્શિયલ બેંક, કો-ઓપરેટિવ બેંક અથવા પ્રાદેશિક ગ્રામીણ બેંકનો સંપર્ક કરવો પડશે. ત્યાં જઈને તમારે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવી પડશે. જેમાં તમારી પર્સનલ અને ખેતી અંગેની જાણકારી આપવાની રહેશે. 👉કેટલું વ્યાજ લાગે છે? -વ્યાજ દરમાં ઘણા પાસા અસર કરે છે. જો તમે આ કાર્ડમાં 3 લાખ રૂપિયા સુધી ધિરાણ લો છો, તો આ રકમ તમે માત્ર 4 ટકાના વાર્ષિક વ્યાજ દરે મેળવી શકશો. તમે આનાથી વધુની લોન લેવા માંગતા હોવ તો તેના માટે તમારે અલગ-અલગ હપ્તે ચુકવણી કરવાની રહેશે. પાક લેવાય બાદ અને વેચ્યા બાદના સમય મુજબ ફ્લેક્સીબલ હપ્તાના રૂપમાં ચુકવણી તમે કરી શકો છો. સમયસર હપ્તા ભરવાને પ્રોત્સાહન આપવા માટે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડના વ્યાજમાં છૂટ પણ આપે છે. પરિણામે ખેડૂતો પર વ્યાજનો બોજ ઓછો થાય છે. 👉વીમો પણ મળે છે! આ કાર્ડ ધરાવતા ખેડૂતને અકસ્માત વીમા કવચ પણ મળે છે. જેના કારણે દુર્ઘટનાના કિસ્સામાં ખેડૂતો અને તેમના પરિવારોને નાણાકીય સુરક્ષા મળે છે. આ કાર્ડ ખેડૂતોની નાણાકીય ક્ષમતા વધારવામાં અને ધિરાણના સરળ બનાવવામાં મદદ કરી શકે છે. 👉સંદર્ભ : Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
163
34
અન્ય લેખો