AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો, ફાર્મ મશીનરી બેંક ખોલો, 80% સબસીડી મેળવો !
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર ઇન્ડિયા
ખેડૂતો, ફાર્મ મશીનરી બેંક ખોલો, 80% સબસીડી મેળવો !
📢મશીન નો ઉપયોગ ખેડૂતો માટે ખેતીને સરળ બનાવવા અને ખર્ચ ઘટાડવા માટે થઈ રહ્યો છે. ખેડૂતો વાવણીથી લઈને કાપણી સુધી મશીનનો ઉપયોગ કરે છે.કેટલાક ખેડૂતો સબસિડી પર મશીન ખરીદે છે,જ્યારે કેટલાક મશીન ખરીદવાને બદલે ભાડે આપવાનું પસંદ કરે છે. જેના કારણે ખેડૂતો પર ખર્ચનો બોજ પડતો નથી અને ખેતીના કામો સરળતાથી પાર પડે છે.કૃષિમાં મિકેનાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે, સરકારે ઉચ્ચ દરે સબસિડીની પણ જાહેરાત કરી છે, આ સબસિડી ફાર્મ મશીનરી બેંક યોજના હેઠળ આપવામાં આવી રહી છે. 📢ફાર્મ મશીનરી બેંક યોજના શું છે ? આ યોજના હેઠળ દેશના વિવિધ વિસ્તારોમાં 50,000 થી વધુ કસ્ટમ હાયરિંગ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે, જે ફાર્મ મશીનરી બેંકો ખોલવામાં મદદ કરશે. ફાર્મ મશીનરી બેંક ખોલવા માટે, સરકાર દ્વારા 3 વર્ષમાં એકવાર 80% સબસિડી આપવામાં આવશે. ખેડૂતો ઇચ્છે તો આખા વર્ષ દરમિયાન અલગ-અલગ મશીનો ખરીદીને સબસિડી પણ લઇ શકે છે. સબસિડી બિયારણ ખાતર ડ્રીલ, હળ, થ્રેસર, ટીલર, રોટાવેટર જેવા મશીનોની ખરીદીની કિંમત ઘટાડવા માટે આપવામાં આવશે. યોજનાનો લાભ સૌથી પહેલા અનુસૂચિત જાતિ, જનજાતિ, મહિલાઓ, BPL કાર્ડ ધારકો અને નાના ખેડૂતોને આપવામાં આવશે. જો ખેડૂતો ઇચ્છે છે, તો તેમના ગામમાં ફાર્મ મશીનરી બેંક ખોલવા માટે ઇ-મિત્ર કેન્દ્રની મુલાકાત લઈને ઓનલાઇન અરજી કરી શકે છે. 📢યોજના નો લાભ કોને મળશે ? અરજદાર ભારતનો નાગરિક હોવો જોયે અને ઓછામાં ઓછી ૧૮ વર્ષ ની ઉમર હોવી જોયે. આ ઉપરાંત અન્ય કેટલાક દસ્તાવેજો પણ ફરજીયાત છે. આધાર કાર્ડ રેશન કાર્ડ ભામાશાહ કાર્ડ બેંક પાસ બુક સરનામાનો પુરાવો વય પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો મશીનરીના બિલની નકલ યોજના નો લાભ લેવા માટે વેબસાઇટ https://agrimachinery.nic.in/ ની મુલાકાત લો. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
8
અન્ય લેખો