મોન્સૂન સમાચારન્યુઝ 18 ગુજરાતી
ખેડૂતો પર 'કમોસમી' માર ! હવામાન વિભાગની ભયંકર આગાહી !
☔ ગુજરાતના વાતાવરણમાં વારંવાર પલટો આવી રહ્યો છે જેની સીધી અસર કૃષિ પાક ઉપર જોવા મળી રહી છે.જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 જાન્યુઆરીના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર વિસ્તારમાં સામાન્ય વરસાદ થશે અને અન્ય વિસ્તારોનું વાતાવરણ સૂકું રહેશે.
☔ બીજી તરફ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું અનુમાન છે કે 4 થી 11 જાન્યુઆરીમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા અને કમોસમી વરસાદના કારણે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો અને કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે.
☔ 8 થી10 જાન્યુઆરીમાં ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. 16 અને 18 જાન્યુઆરીએ પણ હવામાનમાં પલટો આવશે. વાદળછાયું વાતાવરણ અને ઠંડીનો ચમકારો રહેશે. 19 થી 21 જાન્યુઆરીમાં ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ફરી હિમ વર્ષા થશે અને વાતાવરણમાં પલટો આવશે. જેની અસર ગુજરાતમાં જોવા મળશે. વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને કમોસમી વરસાદ થઈ રહ્યો છે તેના કારણે કૃષિ પાક ને નુકસાન થઈ રહ્યું છે. આવા સંજોગોમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી છે. જો આ કમોસમી વરસાદ થશે તો જીરા, મસાલા , શાકભાજી ,કપાસ સહિતના પાકો પર વિપરીત અસર થશે.
સંદર્ભ : ન્યુઝ 18 ગુજરાતી.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.