કૃષિ વાર્તાGSTV
ખેડૂતો ને રાહત ! સરકારે DAP પર વધારી સબસીડી !
👉 કેન્દ્રની સરકારે બુધવારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. કેબિનેટે DAP ફર્ટિલાઇઝર પર સબ્સિડી રેટમાં બેગ દીઠ 700 રૂપિયનો વધારો કર્યો છે. હવે DAPની બોરી દીઠ કિંમત 2400 રૂપિયા હશે. અગાઉ ખેડૂતોને 500 રૂપિયા સબ્સિડી મળતી હતી. સબ્સિડીમાં કરવામાં આવેલા વધારાના કારણે સરકારી તિજોરી પર 14,775 કરોડ રૂપિયાના વધારાનો બોજો પડશે. તેની જાણકારી પોતે કેમિકલ અને ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ આપી. ફર્ટિલાઇઝર પર સબ્સિડી 18.78 રૂપિયા ઘટી 👉 ફર્ટિલાઇઝર મિનિસ્ટ્રીએ તેના એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતુ કે વર્તમાન નાણાકિય વર્ષ માટે નાઇટ્રોજન આધારિત ફર્ટિલાઇઝર પર સબ્સિડીને ઘટાડી 18.78 રૂપિયા પ્રતિ કિલો અને ફોસફરસ આધારિત ફર્ટિલાઇઝર પર 14.88 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કરી દીધી છે. આ જ રીતે પોટાશ પર પ્રતિ કિલો સબ્સિડીને ઘટાડી 10.11 રૂપિયા પ્રતિ કિલો હતી, જ્યારે સલ્ફર પર પ્રતિ કિલો 2.73 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. 2019-20 માટે નાઇટ્રોજન માટે પ્રતિ કિલોગ્રામ સબ્સિડી 18.90 રૂપિયા, ફોસ્ફરસ માટે 15.21 રૂપિયા, પોટાશ માટે 11.12 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આ જ પ્રકારે સલ્ફરની પ્રતિ કિલોગ્રામ સબ્સિડી 3.56 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
3
અન્ય લેખો